મુંબઈ : ભાજપમાં હિંમત હોય તો કાશ્મીરમાં હનુમાન ચાલીસાના પાઠ કરી બતાવે એવો પડકાર રાજ્યના મુખ્યપ્રધાન ઉદ્ધવ ઠાકરેએ ઔરંગાબાદની સભામાં કર્યો હતો.આ પડકાર અપક્ષ સાંસદ નવનીત રાણાએ ઝીલ્યો છે અને કાશ્મીર જઈ હનુમાન ચાલીસાના પાઠ કરવાનું એલાન કર્યું છે.અગાઉ પણ રાજ્યમાં લાઉડસ્પીકરના વિવાદ વખતે નવનીત રાણાએ મુંબઈમાં મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેના ઘર બહાર હનુમાન ચાલીસાના પાઠ યોજવાનું એલાન કર્યું હતું.એ કેસમાં તેમની સામે રાજદ્રોહનો ગુનો દાખલ કરાયો હતો.હવે અમે કોઈપણ પરિસ્થિતિમાં કાશ્મીર જઈ હનુમાન ચાલીસાના પાઠ કરશું એમ અમરાવતીના સાંસદ નવનીત રાણાએ જણાવ્યું હતું.