તૈયાર થઈ કોરોનાવાયરસની વેકસિન, અમેરિકા ટુંક સમયમાં સારવારની આપશે અનુમતિ

304

નવી દિલ્હી, 26 માર્ચ 2020, ગુરુવાર

દુનિયાભરમાં કોરોના વાયરસના કારણે લોકોમાં ભય છે. જો કે હાલ રાહતના સમાચાર એ મળ્યા છે કે અમેરિકામાં કોરોના વાયરસની વેકસિન તૈયાર થઈ ચુકી છે. વૈજ્ઞાનિકોની ટીમએ કોરોના વાયરસને નાથવા માટે આ રસી બનાવી છે. આ વેકસિનનું ચાર દેશમાં ટ્રાયલ કરવામાં આવ્યું જેનુ પરિણામ શાનદાર રહ્યું હતું. હવે અમેરિકી સરકાર ટુંક સમયમાં તેના ઉપયોગની મંજૂરી આપી શકે છે.

સેન્ટર ફોર ડિસીસ કંટ્રોલ એન્ડ પ્રિવેશન અનુસાર અમેરિકી વૈજ્ઞાનિકોએ ક્લોરોક્વીન અને હાઈડ્રોક્સિક્લોરીક્વીનના સંયોજનથી નવી રસી તૈયાર કરી છે. અમેરિકાના ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશનએ આ રસીનું ટ્રાયલ કરવાની મંજૂરી આપી હતી. આ ટ્રાયલ ચીન, દક્ષિણ કોરિયા, ફ્રાંસ અને અમેરિકામાં સફળ રહી છે. જે દર્દીઓને આ રસી આપવામાં આવી તેમનામાં સકારાત્મક પરીણામ જોવા મળ્યા છે.

અમેરિકાના વૈજ્ઞાનિકોનું કહેવું છે કે કોરોના વાયરસને દૂર કરવા આ રસીથી મદદ મળશે. જો કે એફડીએ કોઈપણ રસીને મંજૂરી આપે તે પ્રક્રિયામાં લાંબો સમય લાગે છે. પરંતુ હાલ જ્યારે કોરોના વૈશ્વિક પડકાર બની ચુક્યો છે ત્યારે થોડા જ દિવસોમાં તેને મંજૂરી મળે તેવું અનુમાન છે. વૈજ્ઞાનિકોનું કહેવું છે કે સાર્સને નાથવામાં પણ આ રસીએ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. આ વખતે તેમાં કોરોના વાયરસના જેનેટિકલ કોડ પ્રમાણે ફેરફાર કરવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે કોરોના વાયરસ સાર્સ રોગનું જ વધારે ખરાબ સ્વરુપ છે.

કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના એક વરિષ્ઠ અધિકારીનું કહેવું છે કે જો આ રસીને એડીએ મંજૂરી આપશે તો ભારત પણ તેને તુરંત મંગાવી તેનો ઉપયોગ શરુ કરી દેશે. જો કે ભારતમાં પણ તેની મંજૂરીની પ્રોસેસમાં સમય લાગશે પરંતુ આ પ્રક્રિયા ઝડપથી પૂર્ણ કરવા પ્રયત્ન કરવામાં આવશે.

Share Now