નવી દિલ્હી : કોંગ્રેસના અધ્યક્ષ સોનિયા ગાંધીને કોરોના બાદની કેટલીક સમસ્યાને પગલે રવિવારે સર ગંગારામ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.કોંગ્રેસના મહા સચિવ અને મુખ્ય પ્રવક્તા રણદીપ સુરજેવાલાએ જણાવ્યું હતું કે,સોનિયા ગાંધીની તબિયત સ્થિર છે અને તેમને કેટલાક દિવસ હોસ્પિટલમાં રાખવામાં આવશે.સુરજેવાલાએ ટ્વીટ કરીને જણાવ્યું કે,કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીને કોરોના પછી સ્વાસ્થ્ય સંલગ્ન કેટલીક સમસ્યા જણાતા સર ગંગા રામ હોસ્પિટલમાં દાખલ કરાયા છે.તેમની તબિયત સ્થિર છે અને થોડા દિવસ તબીબોની દેખરેખ માટે રાખવામાં આવશે.
કોંગ્રેસના અધ્યક્ષ સોનિયા ગાંધીના સારા સ્વાસ્થ્યની કામના બદલ અમે પાર્ટીના તમામ મહિલા અને પુરૂષ કાર્યકરો ઉપરાંત તમામ શુભચિંતકોનો આભાર વ્યક્ત કરીએ છીએ.અગાઉ કોંગ્રેસના સૂત્રએ જણાવ્યું હતું કે સોનિયા ગાંધી રૂટિન મેડિકલ ચેક અપ માટે હોસ્પિટલ ગયા હતા.સોનિયા ગાંધી 2 જૂને કોરોના પોઝિટિવ આવ્યા હતા અને તેઓ સારવાર લઈ રહ્યા હતા.નેશનલ હેરાલ્ડ-એજેએલ કેસમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટરોરેટ સોનિયા ગાંધી સામે મની લોન્ડરિંગ બદલ 8 જૂને હાજર થવા સમન્સ પાઠવ્યું હતું.જો કે તેમણે કોરોનાને લીધે થોડો વધુ સમય માંગતા હવે તેમને 23 જૂને હાજર થવા ઈડીએ ફરમાન કર્યું છે.