નાનપુરામાં 80 વર્ષ જુના ભાડુઆતને મકાન ખાલી કરાવવાનો વિવાદ : માલિકના પુત્ર અને મિત્રોએ પરિણીતાને બિભત્સ ઇશારા કર્યા

136

સુરત : સુરતના નાનપુરા વિસ્તારમાં 80 વર્ષથી જુના ભાડુઆતને મકાન ખાલી કરાવવા માટે માલિકના પુત્ર અને તેના મિત્રોએ મહિલા અને તેની સગીર પુત્રીને બિભત્સ ઇશારા કરવા ઉપરાંત સગીર પુત્રી સાથે ઇન્સ્ટાગ્રામ પર થયેલી વાતચીતના મેસેજ સ્થાનિક રહેવાસીઓને બતાવી બદનામ કરતા મામલો અઠવાલાઇન્સ પોલીસમાં પહોંચ્યો છે.સુરતના નાનપુરા વિસ્તારમાં અમીનાબેગમ(ઉ.વ.42 નામ બદલ્યું છે)છેલ્લા 80 વર્ષથી અહેમદ કુરેશીની માલિકીના મકાનમાં ભાડેથી રહે છે.

આ મકાન ખાલી કરાવવા માટે તેઓ વચ્ચે વિવાદ થયો હતો પરંતુ સમાધાન પણ થઇ ગયું હતું.પરંતુ કબૂતર પાળવાનો શોખીન અહેમદ કુરેશીનો પુત્રી ફહીમ મુસ્તાક અહેમદ કુરેશી(રહે.નુર હાઝી મંજીલ, ટોપીવાલી મસ્જિદ સામે,બડેખા ચકલા)અમીનાબેગમ જે મકાનમાં રહે છે તેના ધાબા પર મિત્ર નોમાન મોહમદ ઇકબાલ શેખ અને આદીલ અબ્દુલ કાદર(બંને રહે.ટોપીવાલી મસ્જીદ પાસે,બડેખા ચકલા, નાનપુરા)એતેસામ,અબ્દુલ કાદર સાથે આવતો હતો.તે દરમિયાન નોમાને અમીનાની 13 વર્ષની પુત્રી સાથે ઇન્સ્ટાગ્રામ પર મિત્રતા કેળવી લીધી હતી અને તેઓ મેસેન્જર પર વાત કરતા હતા તે સ્થાનિક રહેવાસીઓને બતાવી બદનામ કરવાનો પ્રયાસ કર્યો હતો.ઉપરાંત ચાર દિવસ અગાઉ અમીના ધાબા પર કપડા સુકવવા ગઇ ત્યારે ફહીમ અને તેના મિત્રોએ બિભત્સ ઇશારા કરતા અમીનાએ ઠપકો આપ્યો હતો. જેથી ફહીમે તું અહીંથી ઘર ખાલી કરીને ચાલી જા,અમે તો અહીં જ બેસીશું એમ કહી ગાળો આપી હતી ઉપરાંત છુટા પથ્થર માર્યા હતા.પોલીસે ફહીમ અને તેના બે મિત્રો વિરૂધ્ધ ફરીયાદ નોંધી તપાસ હાથ ધરી છે

Share Now