સેન્ટ્રલ ઝોનમાં કમિશ્નરની વિઝીટ પહેલા દબાણ હટાવાયા, ગયા બાદ ત્યાંના ત્યાં

148

સુરત : સુરત મ્યુનિ.ના સેન્ટ્રલ ઝોનના બેગમવાડી પમ્પીંગ સ્ટેશનની મુલાકાત માટે મ્યુનિ.કમિશ્નર મુલાકાત માટે જવાના હોય આજે દબાણ હટાવી દેવાયા હતા.કમિશ્નરને દબાણ ન દેખાય તે માટે હટાવેલા દબાણ ગણતરીના કલાકોમાં ફરી થઈ ગયા હતા.આ જગ્યા દબાણ માટે કુખ્યાત છે રોડ સાંકડો હોવા છતાં અહીં પીક અવર્સમાં ચા ની દુકાન બહાર 100થી વધુ બાઈક-રીક્ષા નો જમેલો હોય છ.બેગમવાડી સર્કલ પર સવાર સાંજ પીક અવર્સમાં લારીના દબાણ સાથે સાથે જાહેર રસ્તા પર રીક્ષા-બાઈક પાર્ક કરીને ચાની દુકાન બહાર ભીડ થાય છે થતી હોવાથી ટ્રાફિક માટે ન્યુસન્સ અને અકસ્માતનો ભય રહેલો છે. અનેક ફરિયાદ છતા દબાણો માથાભારે તત્વોના હોવાથી મ્યુનિ.દબાણ હટાવી શકતી નથી.પરંતુ આજે બેગમવાડી પમ્પીંગ સ્ટેશન ની મુલાકાત માટે કમિશનર બંછાનિધિ પાની જવાના હોવાથી આ કુખ્યાત દબાણ તાત્કાલિક હટાવી દેવાયા હતા.કમિશ્નરે અહી કોઇ દબાણો નજરે પડયા નહોતા.

જોકે,કમિશનર વિઝીટ લઇને ગયાની ગણતરીની મિનિટો બધા દબાણ યથાવત ત્યાંના ત્યાં થઇ ગયા હતા.તેમાં પણ સાંજના સમયે અહી વાહન ચાલકો વાહન ચલાવી ન શકે તેવા દબાણ થઇ જાય છે.

અહી પીક અવર્સમાં 100થી વધુ રીક્ષા અને બાઇકનું પાર્કિંગ થઇ જતું હોવાથી લોકો માટે માથાનો દુઃખાવો બન્યા છે.દબાણ કરનારા માથાભારે છે.તેથી અહીં જો ભૂલથી કોઈ અકસ્માત થાય તો વાહન ચાલકને માર મારવામાં આવે છે.છતા મ્યુનિ.તંત્ર કે પોલીસ તંત્ર દ્વારા દબાણ કરનારા અને તે માટે જવાબદાર દુકાનદારો,રીક્ષાચાલકો સામે કાર્યવાહી કરી રહ્યું ન હોવાથી લોકોની મુશ્કેલીમાં વધારો થઈ રહ્યો છે.

Share Now