સુરત સિટીમાં 20, ગ્રામ્યમાં 6 મળીન કોરોનાના નવા 26 કેસ

112

સુરત : સુરત સિટીમાં 116 દિવસ પછી કોરોનામાં 20 દર્દી ઝપેટમાં આવ્યા છે.જયારે જીલ્લામાં નવા 6 કેસ છે. જયારે સિટીમાં 9 અને જીલ્લામાં 1 દર્દીને રજા આપવામાં આવી હતી.આરોગ્ય વિભાગ પાસેથી મળેલી વિગત મુજબ સુરત સિટીમાં ગત તા.19-2-2022ના રોજ કોરોનામાં 21 કેસ નોધાયા હતા.જોકે 116 દિવસ બાદ આજે કોરોનામાં નવા 20 કેસ નોધાયો છે.

જેમાં પીપલોદના 38 વર્ષીય યુવાન,પર્વતપાટીયાના 41 વર્ષીય યુવાન,મજુરાગેટના 25 વર્ષીય વિધાથી,વરાછાના 67 વર્ષીય વૃધ્ધ,પુણાગામના 52 વર્ષીય આધેડ અને તેમના 51 વર્ષીય પત્ની,પર્વતપાટીયાના 28 વર્ષીય યુવાન,કતારગામના 21 વર્ષીય મહિલા,ધોડદોડના 66 વર્ષીય વૃધ્ધા,કતારગામના 47 આધેડ,છાપરાભાઠાના 32 વર્ષીય મહિલા,ઉધનના 23 વર્ષીય મહિલા,લિંબાયતના 30 વર્ષીય મહિલા, લિંબાયતના 16 વર્ષીય તરૃણી, પર્વતપાટીયાના 28 વર્ષીય યુવાન,અડાજણના 55 વર્ષીય પ્રોઢા, વરાછાના 64 વર્ષના વૃધ્ધા,અડાજણના 56 વર્ષના પ્રોઢ,પાલના 35 વર્ષના મહિલા અને વેસુના 13 વર્ષીય વિધાર્થી સંપડાયા હતા.જયારે સિટીમાં 9 દર્દીને રજા આપવામાં આવી છે. સિટીમાં કુલ 84 એકટીવ કેસ પૈકી બે દર્દી હોસ્પિટલમાં દાખલ છે.આ ઉપરાંત સુરત જીલ્લામાં 6 કેસ નોધાયા છે.જયારે જીલ્લામાં કુલ 18 એકટીવ કેસ છે.

Share Now