જીનીવા, તા.26 માર્ચ 2020, ગુરૂવાર
ભારત સહિતના દુનિયાના અન્ય દેશોને ચેતવણી આપતા WHO(વર્લ્ડ હેલ્થ ઓર્ગનાઈઝેશન)એ કહ્યુ છે કે, કોરોનાને કાબૂમાં લેવા માટે માત્ર લોકડાઉન કાફી નથી.
WHOના ડાયરેક્ટર તેદરસ ગિબ્રેસસે કહ્યુ હતુ કે, લોકડાઉન જેવા ઉપાયો આ મહામારી સામે લડવા માટે કાફ નથી.દુનિયાના તમામ દેશોને અપીલ છે કે, લોકડાઉનના સમયનો ઉપયોગ કોરોના વાયરસને કાબૂમાં લેવા માટે બીજા ઉપાયો શોધવા માટે કરે.ગ્રિબેસસે કહ્યુ હતુ કે, લોકોના ઘરમાં રહેવાથી હેલ્થ સિસ્ટમ પરનો દબાવ ઓછો થશે પણ તેનાથી વાયરસને ખતમ નહી કરી શકાય.તમામ દેશો બીજા ઉપાયો પર વિચારણા કરે અને તેનો ઉપયોગ વાયરસ પર હુમલો કરવા માટે કરે.
તેમણે કહ્યુ હતુ કે, આક્રમક સામાજિક અને આર્થિક પ્રતિબંધો જેમને આ વાયરસનો ચેપ નથી લાગ્યો તેમને બચાવવા માટે અને વાયરસને પ્રસરતો અટકાવવા માટે જરુરી છે.


