વિધાનપરિષદમાં પણ નવાબ મલિક, અનિલ દેશમુખ મતદાનથી વંચિતં

107

મુંબઇ : વિધાન પરિષદની ચૂંટણી માટે માત્ર ગણતરીની મિનિટ બાકી હતી ત્યારે એન.સી.પી.ના ધારાસભ્ય નવાબ મલિક અને અનિલ દેશમુખને વિધાન પરિષદની ચૂંટણીમાં મતદાન કરવાની પરવાનગી આપી નહી. આથી રાજ્યસભાબાદ વિધાન પરિષદની ચૂંટણીમાં મલિક અને દેશમુખ મતદાનનો અધિકાર મળ્યો નહીં.

મુંબઇની વડી અદાલતે નવાબ મલિક અને અનિલ દેશમુખને મતદાનની પરવાનગી આપી નહી. ત્યારબાદ તેઓએ સુપ્રીમ કોર્ટના દરવાજા ખખડાવ્યા હતા. આજે આ મામલે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી યોજાઇ હતી. મતદાન કરવાની પરવાનગી જો આપી તો નવાબ મલિક અને અનિલ દેશમુખ મતદાન માટે વિધાન ભવનમાં થઇ શકશે એવો સવાલ ચુકાદો આપતાં પૂર્વે સુપ્રીમ કોર્ટે આ બંનેના વકીલનો કર્યો હતો. આથી મલિક અને દેશમુખને મતદાન માટે પરવાનગી મળવાની શક્યતા વર્તાઇ હ તી. પણ આખરે સુપ્રીમ કોર્ટે મતદાન કરવાની પરવાનગી આપી નહિ. આથી એન.સી.પી.ના બંને ધારાસભ્યોના મત ઓછા રહ્યા હતા.

મતદાન કરવાનો સંવિધાનિક અધિકારી હોય તો પણ અનિલ દેશમુખ અને નવાબ મલિકને મતદાન માટે પરવાનગી આપી શકતા નથી.મુંબઇની વડી અદાલતના ચુકાદામાં અમે કોઇપણ ફેરફાર કરીશું નહિ સુપ્રીમ કોર્ટે ચુકાદામાં જણાવ્યું હતું.

Share Now