બારડોલી : પલસાણા તાલુકાના ચલથાણ ગામે રહેતા પ્રમોદ ચૌધરી નામના પરપ્રાંતિય લેબર ઇન્ચાર્જની 12 જુનના રોજ ચલથાણથી તાંતીથૈયા તરફ જતા આંતરિક રસ્તા પર આવેલ રેલવે બ્રિજ પાસે ચપ્પુના ઘા મારીહત્યા કરવાના બનાવમાં એલ.સી.બી અને એસ.ઓ.જી.ની ટીમે મોબાઇલ ટેકનોલોજી આધારે કડોદરા પોલીસ મથકમાં ફરજ બજાવતા જીઆરડીમાં ફરજ બજાવતો યોગેસ મંગલ મેઘરાજ પાટીલ તેમજ તેના સાગરીત રોહીત ઉર્ફે બટકો કીશના નસકર(બંગાલી)નરેશ રાજુ વાનખેડે એક કીશોર ને પોલીસે ઝડપી પાડી પૂછપરછ કરવામાં આવતા અને લુંટના ઇરાદે હત્યા કરી હોવાનુ સામે આવ્યુ હતુ.પોલીસે કોર્ટમાં રજૂ કરી 2 દિવસના રિમાન્ડ દરમીયાન બુધવારે કડોદરા પોલીસ થાણા ઇન્ચાર્જ બીશાખા જૈન સહિતની પોલીસ ટિમે આ ત્રણેય આરોપી પાસે ઘટના સ્થળે ગઈ રીકન્ટ્રક્શન
પંચનામું કરાવ્યું હતુ જે દરમીયાન તમામ આરોપીને પ્રથમ ઘટના સ્થળે લઈ ગઈ હતી જે બાદ આરોપીએ લુટેલું પાકીટ જે સ્થળે નાખ્યું હતું તે સ્થળે પોલીસ તમામને લઈ ગઈ હતી જોઈ ત્યાંથી પાકીટ પોલીસને મળ્યું હતું પરંતુ આરોપીએ પાકીટ માંથી 120 રૂપિયા કાઢી પાકીટ ફેંક્યું હતું તે સ્થળ પોલીસને બતાવ્યું હતુ જે બાદ પોલીસ મુખ્ય આરોપી યોગેશ પાટીલને ઘરે ગઇ ગુનામાં વપરાયેલું મોટરસાયકલ કબ્જે લીધું હતું ઘટનામાં વોરાયેલું બીજું ચપ્પુ યોગેશ પાટીલે પોતાની સોસાયટી શિવ રેસિડેન્સી વિભાગ 2 ના બાગમાં સતાંડયું હતું જ્યાંથી પોલીસે ચપ્પુ કબ્જે લઈ તમામ આરોપીએ ઘટનાના દિવસે પહેરેલા કપડા કબ્જે લીધા હતા