અમદાવાદ : તા. 23 જુન 2022,ગુરૂવાર : એટીએમમાં પૈસા ઉપાડવા ગયેલા યુવકના ખાતામાંથી 40 હજાર ઉપડી ગયાની ઘટના બની છે.20 દિવસ અગાઉ બનેલી ઘટનાની ફરિયાદ ઓઢવ પોલીસે બુધવારે નોંધી હતી. મૂળ યુપીના ભદાવા જિલ્લામાં રહેતો અને અમદાવાદમાં કલરકામ કરતો ગુલામ ફારૂક રબ્બાની ગત 1લી જૂનના રોજ એટીએમમાં પૈસા ભરવા માટે ગયો હતો.14 હજાર ભરવા માટે ગુલામે પ્રોસેસ કરી પણ પૈસા જમા થતા ન હતા.લાઈનમાં ઉભેલી બેમાંથી એક વ્યક્તિએ પૈસા કેમ જમા થતા નથી,લાવો જમા કરી આપું તેમ કહી ગુલામનું કાર્ડ લીધું હતું.તે વ્યક્તિએ કાર્ડ બે વાર મશીનમાં નાખ્યું પણ પૈસા જમા થયા ન હતા. ગુલામ એટીએમ કાર્ડ લઈ ઘરે જતો રહ્યો હતો.બીજા દિવસે સવારે ગુલામ ઉઠ્યો ત્યારે ખબર પડી કે,તેના ખાતામાંથી 40 હજાર ઉપડી ગયા છે.બનાવ અંગે ગુલામની ફરિયાદ નોંધી ઓઢવ પોલીસે આરોપીને અટકમાં લઈ પૂછપરછ કરી છે.