-લોકડાઉનને ધ્યાને લઈ માત્ર રીમાન્ડ-જામીનની સુનાવણી
-એમ.એ.સી.પી.,ઈન્ડસ્ટ્રીયલ, કોમર્શિયલ, ફેમીલી સહિતની અદાલતો બંધ :માત્ર અરજન્ટ સુનાવણીને પ્રાધાન્ય
ગુજરાત હાઈકોર્ટ દ્વારા રાજ્યની તમામ જીલ્લા અને તાલુકા કક્ષા તાબાની કોર્ટો બંધ કરીને માત્ર અરજન્ટ રીમાન્ડ અને જામીનની સુનાવણીના મામલે જાહેર રજાના દિવસે જે પ્રકારની સુવિધા ગોઠવવામાં આવતી હોય છે.તે મુજબ જ કાર્યવાહી કરવાની છૂટ આપ્યાનું જાણવા મળે છે. મળતી માહિતી મુજબ ગુજરાત હાઈકોર્ટ દ્વારા મોટર એકસીડન્ટ કલેઈમ ટ્રીબ્યુનલ, ઈન્ડસ્ટ્રીયલ કોર્ટ ફેમીલી અદાલત,સ્પે. કોર્ટોની કાર્યવાહીને બંધ કરી છે જ્યાં સુધી બીજો હુકમ ન થાય ત્યાં સુધી આ અમલવારી ચાલુ રહેશે તેમ જાણવા મળે છે.અરજન્ટ કાર્યવાહી જેવી કે રીમાન્ડ અને જામીન અરજીની સુનાવણીના મામલે કાર્યવાહી ચાલુ રહેશે તેવુ જણાવાઈ રહ્યુ છે.અદાલતોએ અગાઉ કરેલા હુકમો વર્તમાન કટોકટીને ધ્યાને લઈને ચાલુ રહેશે અને હવે માત્ર રીમાન્ડ-જામીન અરજી આગોતરા બેઈલની અરજન્ટ કાર્યવાહી જ થઈ શકશે તેમ જાણવા મળે છે.