મુંબઈ : તા.24 જૂન 2022,શુક્રવાર : મહારાષ્ટ્રમાં ચાલી રહેલા રાજકીય સંકટ વચ્ચે શિવસેનાના રાજ્યસભા સાંસદ સંજય રાઉતે ભાજપ પર મોટો આક્ષેપ કર્યો છે.રાઉતના કહેવા પ્રમાણે કેન્દ્રીય મંત્રી એનસીપી પ્રમુખ તથા પૂર્વ કેન્દ્રીય મંત્રી શરદ પવારને ધમકાવી રહ્યા છે.રાઉતે ટ્વિટમાં લખ્યું હતું કે,’મહાવિકાસ અઘાડી સરકારને બચાવવાનો પ્રયત્ન કર્યો તો શરદ પવારને ઘરે નહીં જવા દઈએ,તેમને રસ્તા પર રોકીશું આવી ધમકી ભાજપના એક કેન્દ્રીય મંત્રી આપી રહ્યા છે.જો આ ભાજપની અધિકૃત ભૂમિકા છે તો તમે એવી જાહેરાત કરો.સરકાર ટકે કે જાય પરંતુ શરદ પવાપ માટે આવી ભાષાનો પ્રયોગ મહારાષ્ટ્રને સ્વીકાર્ય નથી.
સંજય રાઉતે પત્રકારો સાથેની વાતચીત દરમિયાન જણાવ્યું કે,પવાર સાહેબને ધમકીઓ મળી રહી છે.એક કેન્દ્રીય મંત્રી ધમકીઓ આપી રહ્યો છે,કહી રહ્યો છે કે ઘરે નહીં જવા દઈએ.પીએમ મોદી અને ગૃહમંત્રી અમિત શાહ સાંભળી લો-તમારો એક મંત્રી પવારજીને ધમકીઓ આપી રહ્યો છે,શું તમને આ મંજૂર છે?’વધુમાં જણાવ્યું કે,’આંકડો કદી સ્થિર નથી રહેતો.જે 12 ધારાસભ્યોએ બગાવત કરી છે તેમના સામે એક્શન લેવાની શરૂઆત કરવામાં આવી છે.હવે તો આ કાયદાકીય લડાઈ લડવામાં આવશે.આ તો બંધારણીય લડાઈ છે પરંતુ એક વાત સ્પષ્ટ છે કે,મહારાષ્ટ્રમાં જે બની રહ્યું છે તેના પાછળ ભાજપનો હાથ છે.