સુરતમાં કોરોનામાં નવા 74 કેસ : 32 દર્ર્દીને ડિસ્ચાર્જ મળ્યો

120

સુરત : સુરતમાં કોરોના કેસમાં ઉછાળો આવ્યો છે. સિટીમાં શુક્રવારે કોરોનામાં 59 અને જીલ્લામાં 15 મળી નવા 74 દર્દી ઝપેટમાં આવ્યા છે.જયારે સિટીમાં 22 અને જીલ્લામાં 10 સહિત 32 દર્દીને રજા આપવામાં આવી હતી.આરોગ્ય વિભાગ પાસેથી મળેલી વિગત મુજબ સુરત સિટીમાં કોરોનામાં 59 કેસ નોધાયો છે.જેમાં સૌથી વધુ લિંબાયતમાં 14,કતારગામમાં 9,રાંદેરમાં 9,વરાછા એમાં 6,અઠવામાં 7, સેન્ટ્રલમાં 7,વરાછા બીમાં 6,ઉધના એ ઝોનમાંં 1 દર્દી ઝપેટમાં આવ્યા છે.

જેમાં એક ડોકટર, મેડીકલ સહિત ત્રણ વિધાર્થી,એસ.એમ.સી સ્ટાફ નર્સ સહિત બે નર્સ,પાલિકાના બેલદાર, 17 હાઉસ વાઇફ સહિતના સમાવેશ થાય છે.જોકે એક પરિવારના બે સભ્યો સંપડાયા છે.જયારે સિટીમાં 22 દર્દીને રજા આપવામાં આવી છે.સિટીમાં કુલ 291 એકટીવ કેસ પૈકી સાત દર્દી હોસ્પિટલમાં દાખલ છે.આ ઉપરાંત સુરત જીલ્લામાં 15 દર્દી ઝપેટમાં આવ્યા છે.જયારે જીલ્લામાં 10 દર્દી રજા આપી હતી.ત્યાં કુલ 81 એકટીવ કેસ છે.

Share Now