સુરત, તા. 27 માર્ચ 2020 શુક્રવાર
સુરતમાં રેપીડ એક્શન ફોર્સે હવે મોરચો સંભાળ્યો છે. અત્યાર સુધી સ્થાનિક પોલીસ લોકડાઉનના અમલ માટે કાર્યરત હતી પરંતુ ગત સાંજે સુરત આવી પહોંચેલી રેપીડ એક્શન ફોર્સની ટુકડીએ સુરતના ભાગળ, વરાછા વિસ્તારમાં ફરી સ્થાનિક પોલીસ પાસે સ્થિતિ ની માહિતી મેળવી મોરચો સંભાળી લીધો છે.
અત્રે નોંધનીય છે કે 21 દિવસ સુધી વડાપ્રધાને દેશમાં લોકોની સલામતીને લય લોકડાઉન જાહેર કર્યા બાદપણ લોકો દ્વારા તેનો બિનજરૂરી અને દુરુપયોગ કરતો હતો જેના પગલે રાજયમાં તકેદારીના પગલાં લેતા રેપિડ એક્શન ફોર્સ ઉતારવામાં આવી છે જેથી લોકડાઉનનો ચુસ્ત અમલ કરી શકાય અને કોરોના સામેની આ જંગમાં જનતા ભીડને કાબુમાં રાખી શકાય.