‘દેશને તાલિબાન નહીં બનવા દઈએ’ : ઉદયપુર હત્યાકેસની નિંદા કરતા અજમેર દરગાહ પ્રમુખનુ નિવેદન

166

ઉદયપુર, તા. 29 જૂન 2022 બુધવાર : ઉદયપુરમાં ધોળે દિવસે દરજીની હત્યાએ દરેકને ચોંકાવી દીધા છે. હવે સમગ્ર દેશમાં આ ઘટનાની નિંદા થઈ રહી છે.ઉદયપુર હત્યાકાંડ પર હવે અજમેર દરગાહ દીવાન જૈનુલ આબેદીન અલી ખાને પણ પ્રતિક્રિયા આપી છે.તેમણે આ ઘટનાની નિંદા કરતા કહ્યુ ભારતના મુસલમાન દેશમાં ક્યારેય પણ તાલિબાની માનસિકતાને સામે આવવા દેશે નહીં.ઉદયપુરમાં બે લોકોએ એક દરજીની હત્યા કરી દીધી અને ઓનલાઈન વીડિયો પોસ્ટ કરતા કહ્યુ કે તેઓ ઈસ્લામના અપમાનનો બદલો લઈ રહ્યા છે.

જૈનુલ આબેદીન અલી ખાને એક નિવેદનમાં કહ્યુ, કોઈ પણ ધર્મ માનવતા વિરુદ્ધ હિંસાને પ્રોત્સાહન આપતો નથી.ખાસ કરીને ઈસ્લામ ધર્મમાં તમામ શિક્ષાઓ શાંતિના સ્ત્રોત તરીકે કાર્ય કરે છે.તેમણે કહ્યુ ઈન્ટરનેટ પર સામે આવેલા વીડિયોમાં, અમુક બિન-નૈતિક મગજોએ એક ગરીબ વ્યક્તિ પર ક્રૂર હુમલો કર્યો,જેને ઈસ્લામી દુનિયામાં પાપ માનવામાં આવે છે.આરોપી અમુક કટ્ટરપંથી જૂથના ભાગ હતા જે હિંસાના રસ્તે સમાધાન શોધે છે.

તેમણે કહ્યુ, હુ આ કૃત્યની દ્રઢતાથી નિંદા કરુ છુ અને સરકાર પાસે તેમના વિરુદ્ધ કડક કાર્યવાહી કરવાની વિનંતી કરુ છુ.ભારતના મુસલમાન આપણી માતૃભૂમિમાં ક્યારેય પણ તાલિબાનીકરણની માનસિકતાને સામે આવવા દેશે નહીં.ત્યાં જમીયત ઉલેમા-એ-હિંદના મહાસચિવ મૌલાના હકીમુદ્દીન કાસમીએ પણ હત્યાની નિંદા કરી.તેમણે એક નિવેદનમાં કહ્યુ, જેણે પણ આ ઘટનાને અંજામ આપ્યો તેને કોઈ પણ પ્રકારથી યોગ્ય ઠેરવી શકાય નહીં, આ દેશના કાયદા અને અમારા ધર્મ વિરુદ્ધ છે.

હત્યાના આરોપમાં રિયાજ અખ્તરી અને ગૌસ મોહમ્મદ તરીકે ઓળખાતા બે લોકોની ધરપકડ કરવામાં આવી છે.એક વીડિયો ક્લિપમાં અખ્તરીએ જાહેરાત કરી કે તેમણે તે વ્યક્તિનુ માથુ કાપી દીધુ છે અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ધમકી આપતા કહ્યુ કે તેમના ચાકુ તેને પણ મળી જશે.પરોક્ષ રીતે હુમલાખોરોએ પયગંબર મોહમ્મદ પર ટિપ્પણીને મુદ્દે પાર્ટીમાંથી સસ્પેન્ડ ભાજપ નેતા નૂપુર શર્માનો પણ ઉલ્લેખ કર્યો.દરજી કન્હૈયા લાલની તાજેતરમાં જ સ્થાનિક પોલીસે સોશિયલ મીડિયા પર તેમના દ્વારા કરવામાં આવેલી કેટલીક ટિપ્પણીઓ માટે ધરપકડ કરી હતી.

Share Now