– ફડણવીસ અને શિંદેએ રાજ્યપાલને મળી સરકાર બનાવવા રજૂ કર્યો દાવો
મુંબઈ, તા. 30 જૂન 2022, ગુરૂવાર : મહારાષ્ટ્રમાં ઉદ્ધવ ઠાકરેના રાજીનામા બાદ એકનાથ શિંદેનું મુખ્યમંત્રી બનવું લગભગ નક્કી હતુ.ગોવાથી મુંબઈ આવી પહોંચેલા શિંદે સાથે મુલાકાત કરીને હવે રાજભવન પહોંચેલા ફડણવીસે સરકાર રચવાનો પ્રસ્તાવ રાજ્યપાલ સમક્ષ મુક્યો છે.
પ્રાપ્ત માહિતી અનુસાર આજે સાંજે 7 વાગે એકનાથ શિંદે મહારાષ્ટ્રના નવા મુખ્યમંત્રી તરીકે શપથ લઈ શકે છે અને તેમની સાથે અન્ય કેટલાક મંત્રીઓ પણ શપથ લઈ શકે છે.એક વખત વહેલી સવારે શપથ લીધા બાદ હવે બીજેપી મોવડી મંડળની ઈચ્છા હતી કે મોટાપાયે શપથગ્રહણ સામારોહ આ વખતે કરવામાં આવે પરંતુ વરસાદના વિધ્ન અને કોરોના ફરી ઉંચકાતા અને સંભવિત બળવો કરીને શિંદે સાથે જોડાયેલા ધારાસભ્યો ફરી ઉદ્ધવ ઠાકરેના પક્ષે ન જતા રહે તેવા ડર સાથે તાત્કાલિક ધોરણે જ શપથગ્રહણનો આ તખ્તો રચવામાં આવ્યો છે.
બુધવારે મુખ્યમંત્રી પદ પરથી ઉદ્ધવ ઠાકરેએ રાજીનામું આપ્યા બાદથી જ નવી સરકારના ગઠન બાદ ટીમ દેવેન્દ્ર ફડણવીસમાં કોને સામેલ કરવામાં આવી શકે છે તેને લઈને અનેક અટકળો ચાલું થઈ ગઈ છે.અહીં સંભવિત નામ આપવામાં આવ્યા છે જેના પર ભાજપના નેતૃત્વ વાળી સરકારમાં નવું મંત્રી મંડળ અને મંત્રી પરિષદમાં વિચાર કરવામાં આવી શકે છે.