શાહ માની ગયા હોત તો આજે BJPના CM હોત, ફડણવીસના ડિપ્ટી બનતા ઠાકરેનો કટાક્ષ

122

શિવસેનાના જ બળવાખોર નેતા એકનાથ શિંદે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી બન્યા પછી પહેલીવાર ઉદ્ધવ ઠાકરેનું નિવેદન આવ્યું છે.તેમણે શુક્રવારે શિવસેના ભવન પહોંચીને મરાઠી કાર્ડ પ્લે કર્યો અને પાર્ટી પર દાવો કર્યો.તેમણે કહ્યું કે એકનાથ શિંદે શિવસેનાના મુખ્યમંત્રી નથી.તેમણે કહ્યું કે જે રીતે પ્રદેશમાં સત્તાની રમત રમાઈ છે,આ રીતે લોકતંત્રનો મજાક ઉડાડવામાં આવ્યો છે.તેમમે કહ્યું કે હું તો કહીશ કે મતદાતાઓને અધિકાર હોવો જોઈએ કે તેઓ જરૂર પડ્યે તે લોકોને પાછા બોલાવી શકે,જેમને મત આપવામાં આવ્યો છે.

તેમણે કહ્યું કે ભલે સત્તા માટે અમુક લોકોએ મોટી રમત રમી હોય,પણ મારા મનમાંથી તે લોકો મહારાષ્ટ્રને નહીં કાઢી શકે.અહીં તો લોકતંત્રનો જ મજાક ઉડાડવામાં આવે છે.સત્તામાં આવતા જ આ લોકોએ આરેના નિર્ણયને બદલી દીધો.તેમણે કહ્યું કે મુંબઈના પર્યાવરણ સાથે છેડછાડ ન કરવી જોઈએ.હું આ લોકોને અપીલ કરું છું કે મહારાષ્ટ્રને બરબાદ ન કરો.

મને સીએમની ખુરશી છોડવાનું દુઃખ નથી,પણ મારી પીઠમાં છરો ભોંકવામાં આવ્યો છે.જો ભાજપ અમારી સાથે આવે તો હું ઓછામાં ઓછા અઢી વર્ષ સુધી તેમનો મુખ્યમંત્રી રહ્યો હોત,પણ હવે તેમને શું મળી ગયું.તેમણે કહ્યું કે જો અમિત શાહે મને કરેલો પોતાનો વાયદો પૂરો કર્યો હોત તો હવે મહારાષ્ટ્રમાં ભારતીય જનતા પાર્ટીનો મુખ્યમંત્રી હોત.

આ રીતે ઉદ્ધવ ઠાકરેએ ઇશારામાં જ દેવેન્દ્ર ફડણવીસના ડિપ્ટી સીએમ બનવા પર કટાક્ષ કર્યો છે.હકિકતે વર્ષ 2019માં ભાજપ અને શિવસેના વચ્ચે આ મુદ્દે જ મતભેદ થયા હતા.ત્યારે શિવસેનાએ કહ્યું કે ભાજપે તેમને અઢી અઢી વર્ષના સીએમનો વાયદો કર્યો હતો,જેના પર તેમણે અમલ કરવું જોઈએ.તો દેવેન્દ્ર ફડણવીસ અને ઉદ્ધવ ઠાકરેએ એવા કોઈપણ વાયદાનો સ્વીકાર કર્યો નહહોતો.હવે આને લઈને કદાચ ઉદ્ધવ ઠાકરેએ કટાક્ષ કર્યો છે કે એકનાથ શિંદેને સીએમ બનાવવાથી ભાજપને શું મળી ગયું.

Share Now