હરિપુરા ગામે પંચાયતની ચૂંટણીની અદાવતમાં થયેલા ધીંગાણામાં બે જૂથોના 14 લોકો સામે સામસામી ફરિયાદ નોંધાઈ

132

બારડોલી : સુરત જિલ્લાના પલસાણા તાલુકાનાં હરિપુરા ગામે ગત પંચાયત ચૂંટણી બાદ બે જૂથો વચ્ચે થયેલા જૂથવાદ શુક્રવારે ચર્મસીમાએ આવતા ચૂંટણીની અદાવતમાં ગામના બે જૂથો વચ્ચે થયેલું છુટ્ટા હાથની મારમારીમાં ગામના 14 ઈસમો વિરુદ્ધ સામસામી ફરિયાદ નોંધાઈ હતી ..

મળતી માહિતી અનુસાર પલસાણા તાલુકાના હરિપુરા ગામે ગત પંચાયત ચૂંટણી બાદ ગામના જ બે જૂથ વચ્ચે થયેલા જૂથવાદ મારમારી સુધી પહોંચ્યો બને પક્ષે કડોદરા પોલીસ મથકમાં આપેલી ફરિયાદમાં જણાવ્યા અનુસાર હાલમાં પંચાયતની સત્તા ભોગવતી પેનલના સભ્ય અને વકીલ એવા સર્જન પાટણવાડિયા તેમજ પંચાયતના પટાવાળા તરીકે ફરજ બનાવતા ધ્રુવ પાટણવાડિયા અને કલાર્ક ફેનિલ પંચાયતમાં હાજર હતા અને સર્જન પાટણવાડિયા સરપંચની ખુરશી પર અને પટાવાળા ધ્રુવ પાટણવાડિયા ક્લાર્કની ખુરશી પર બેઠા હતા ત્યારે જ સરપંચે સ્પીડ બ્રેકર બાબતે નોટીસનો જવાબ આપવા આવેલા શનિપટેલ સહિતના ચાર લોકોએ સર્જન પાટણવાડિયાનો મોબાઈલમાં વીડિયો બનાવ્યો હતો અને તેઓ સરપંચની ખુરશી પર બેઠા તેનો વિરોધ કરી રકઝક કરી હતી થોડા સમય બાદ શનીપટેલે પોતાના ફેસબુક એકાઉન્ટ પરથી સર્જન પાટણ વાડિયાનો સરપંચની ખુરશી પર બેઠેલો વીડિયો શેર કરી ટિપ્પણી કરી હતી જે બાદ મોડી સાંજે આ બાબતે સમાધાન અંગે મીટીંગ બોલાવવામાં આવી જેમાં ગામમાં રહેતા તાં.પ.સ.યોગેશ પટેલ અને પંચાયત સભ્ય.

સર્જન પાટણવાડિયા જૂથ વચ્ચે ઉગ્ર બોલાચાલી થતા બને જૂથ વચ્ચે છુટ્ટા હાથે મારમારી થતા શનિ પટેલના મિત્ર અમિત ભરવાડને તેમજ યોગેશ પટેલને ગામની મહિલાએ મારમારતા મામલો બીચકાયો હતો.સમગ્ર મામલે કડોદરા પોલીસ મથકમાં યોગેશ પટેલના જૂથે(1)શીરીસ દિનેશભાઈ પટેલ(2)નિરવ રાજુભાઈ પાટણવાડીયા(3)સર્જનભાઈ અરવિંદભાઈ પાટણવાડીયા(4)પ્રફુલભાઇ અરવિંદભાઈ પાટણવાડીયા( 5)અનીલ મહેન્દ્રભાઈ પાટણવાડીયા(6)શૈલેપ સુમનભાઈ પાટણવાડીયા(7)ગૌશીકભાઈ ડાહ્યાભાઈ પાટણવાડીયા(8)પ્રવકુમાર મેહુલભાઈ પાટણવાડીયા તમામ રહે,હરીપુરાગામ તા.પલસાણા જી.સુરત તેમજ સર્જન પાટણવાડિયા જૂથે

(1)સન્ની કિશોરભાઇ પટેલ(2)દિવ્યેશભાઇ ગુણવંતભાઇ પટેલ(3)યોગેશભાઇ ગુણવંતભાઇ પટેલ(4)કલ્પેશભાઇ નટવરભાઇ વાંસીયા(5) શૈલેષભાઇ ઠાકોરભાઇ પટેલ(6)અમર શૈલેષભાઇ પટેલ વિરુદ્ધ ફરિયાદ આપી હતી સમગ્ર મામલે પોલીસે રાયોટિંગનો ગુનો દાખલ કરી પોલીસે મોડી રાતે તાં.પ.સ.યોગેશ પટેલ,કલ્પેશ વાંશિયા અને શનિપટેલ અને સીરિષ પટેલ,નીરવ પાટણવાડિયા,સર્જન પાટણવાડિયા,પ્રફુલભાઈ પાટણવાડિયા,અનિલભાઈ પાટણવાડિયા,શૈલષ પાટણવાડિયા,ગિરીશભાઈ પાટણવાડિયા,ધ્રુવ પાટણવાડિયાની અટકાય કરી હતી શુક્રવારે પલસાણા નામદાર કોર્ટમાં રજૂ કરવામાં આવતા કોર્ટે તાં.પ.સ.યોગેશ પટેલના શરતી જામીન મંજુર કર્યા હતા તેમજ અન્ય આરોપીને ક્ટીડી હેઠળ રાખ્યા હતા હરિપુરા ખાતે બે જૂથ વચ્ચે થયેલા ધીંગાણામાં તાલુકા પંચાયતના અપક્ષ તરીકે જીતેલા યોગેશ પટેલેને ગામની મહિલાઓ સહિતના ગામના લોકોએ ફોરવિલના બોન્ટ પર સુવડાવી મારમારતા હોવાનો વીડિયો સોસિયલ મીડિયામાં વાઇરલ થતા ટોક ઓફ ધ ટાઉંન બનયો હતો

Share Now