ઘરેલું ગેસ સિલિન્ડર(Gas Cylinder Price)આજથી મોંઘા થઈ ગયા છે.ઘરેલુ 14.2 કિલોના એલપીજી સિલિન્ડરની કિંમતમાં 50 રૂપિયા પ્રતિ સિલિન્ડરનો વધારો થયો છે.દિલ્હીમાં ઘરેલુ એલપીજી સિલિન્ડરની કિંમત 1053 રૂપિયા થઈ ગઈ છે.તે જ સમયે 5 કિલોના ઘરેલુ સિલિન્ડરની કિંમતમાં પ્રતિ સિલિન્ડર 18 રૂપિયાનો વધારો થયો છે.19 કિલોના કોમર્શિયલ ગેસ સિલિન્ડરની કિંમતમાં 8.50 રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો છે.નવું એલપીજી ગેસ કનેક્શન મેળવવું પણ મોંઘું થઈ ગયું છે.સરકારી ઓઈલ કંપનીઓએ ઘરેલું ગેસના નવા કનેક્શનના ભાવમાં ધરખમ વધારો કર્યો હતો.જે બાદ નવા ગ્રાહકોને ગેસ કનેક્શન મેળવવા માટે 2200 રૂપિયા ખર્ચવાની વાત સામે આવી હતી.પહેલા આ કિંમત 1450 રૂપિયા હતી.ઈન્ડિયન ઓઈલ,ભારત પેટ્રોલિયમ અને હિન્દુસ્તાન પેટ્રોલિયમ દ્વારા આપવામાં આવેલી માહિતીમાં કહેવામાં આવ્યું છે કે 5 કિલોના સિલિન્ડરની સુરક્ષા હવે 800ની જગ્યાએ 1150 કરી દેવામાં આવી છે.