સુરત : તા.6 જુલાઈ 2022 બુધવાર : આજે સૂર્યપુત્રી તાપીના જન્મદિવસ નિમિતેમાં તાપીના પૂજા અર્ચનના વિવિધ કાર્યક્રમો યોજાયા હતા.જેમાં કુરૂક્ષેત્ર જીર્ણનોધ્ધાર સમિતિ દ્વારા આજે તાપી મૈયાને 851 મીટરની ચુંદડી અર્પણ કરાઈ હતી.સુરતના કોટિયાકનગરમાં ચાલી રહેલી 825મી શ્રી રામ કથાને અનુલક્ષીને આજે 851મી.લાંબી ચુંદડી કુરુક્ષેત્રના સૂર્યઘાટ પર અર્પણ કરાઈ હતી.
સૂર્યપુત્રી તાપીનું પોતાનું એક અલગ મહત્વ છે.ગંગા સ્નાન કરવાથી પાવન કરે છે.યમુના આચમન કરવાથી પાવન કરે છે,નર્મદા દર્શન કરવાથી પાવન કરે છે જ્યારે તાપી સ્મરણ માત્રથી પાવન કરે છે. સૂર્યપુત્રી તાપી માતા જગતનું કલ્યાણ કરનારી છે.આજે યોજાયેલ કાર્યક્રમ માં તાપી મૈયાના જયજયકારથી કિનારાનું સમગ્ર વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું.ખૂબ મોટી સંખ્યામાં સુરત શહેરમાંથી તાપી મૈયાની પૂજા અર્ચના કરવા ભક્તો ઉમટી પડ્યા હતા ભુદેવો દ્વારા મંત્રોચ્ચાર કરાયા હતા.