તિરુવંતપુરમ
લોકડાઉનના કારણે દેશમાં અનેક જગ્યાએ લોકો ફસાયેલા છે. લોકડાઉનના કારણે કેરળ કર્ણાટક બોર્ડર પર અતિરા સજી નામની યુવતી ફસાઇ હતી. આ યુવતીએ
ફેસબુકપર પોસ્ટ કરી હતી જેમાં કેરળના મુખ્યમંત્રીનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો અને કેરળના નાગરિકોને લાવવા માટે હસ્તક્ષેપ કર્યો હતો.
અતિરા એક ફેસબુક પોસ્ટમાં લખ્યું હતું કે, તે દિવસે કેરળ – કર્ણાટક બોર્ડર પર લોકો ફસાયેલા હતા, જેમાં ૧૩ મહિલાઓ હતી અને એમાં એક હું પણ હતી. અત્યારે પોસ્ટમાં ઉલ્લેખ કર્યો છે કે તે કેરળના કાલિકટ જિલ્લાની નિવાસી છે.
અતિરાએ લખ્યું હતું કે, બોર્ડર પર ફસાયેલા લોકોની જાણકારી મળતા જ મુખ્યમંત્રી અમને સંપર્ક કર્યો હતો અને અમે તેમના સહયોગથી પરત આવ્યા હતા. તે પોતાના સાથીઓ સાથે TCS માં કામ કર્યા બાદ 24 માર્ચે કેરળ પરત ફરવાનો નિર્ણય કર્યો હતો. 24 માર્ચે જ્યારે તેઓ કેરળ કર્ણાટક બોર્ડર પર પહોંચ્યા ત્યારે દેશવ્યાપી લોકડાઉન જાહેર કરી દેવામાં આવ્યું હતું.ત્યારે વાહન ચાલકે કહ્યું હતું કે તેઓ કેરળમાં એન્ટ્રી લઇ શકશે નહીં, જેથી તેઓને કર્ણાટક બોર્ડર પર ઉતારી દેવામાં આવશે. અત્યારે બોર્ડર ઉપર પહોંચી હતી ત્યારે બપોરના 1:00 વાગી રહ્યા હતા અને તે ઘરે જવા માટે ખૂબ જ ચિંતિત હતી. અતિરા ગમે તેમ કરીને ઘરે પહોંચવા માટે ઈચ્છતી હતી.
પોસ્ટમાં લખ્યું હતું કે, પછી મે ગૂગલ પરથી મુખ્યમંત્રીનો નંબર શોધી તેમને ફોન કર્યો હતો. મુખ્યમંત્રીએ ફોન ઉપાડ્યો હતો અને અમે ફસાયેલાં હોવાની જાણકારી આપી હતી. તેમને આશ્વાસન આપતાં કહ્યુ હતું કે, બાળકો ઘભરાવવાની જરૂર નથી, તમે ઘરે પહોંચી જશો. ત્યારબાદ મને વાયનાડના કલેક્ટર અને એસપીનો નંબર આપી ફોન કરવા જણાવ્યું હતું.ત્યારબાદ સ્થાનિક સીઆઈની સાથે એસપીએ ફસાયેલા લોકોનો વાહન દ્વારા અમારા ઘરે પહોંચાડ્યા હતા. ઘરે પહોંચીને તેમને જાણકારી આપી હતી કે સુરક્ષિત પહોંચી ગયા છીએ. ત્યારથી અમે આઇસોલેશનમાં છીએ.

