સુરત : સુરત રેલવે સ્ટેશને ગઈકાલે સાંજે યશવંતપુર બિકાનેર એક્સપ્રેસના પ્રવાસીઓએ કોચમાં પાણી ટપકવાના મુદ્દે ભારે હોબાળો મચાવીને ટ્રેન અટકાવી રાખી હતી.પ્રશાસને કોચ બદલીને ટ્રેન રવાના કરી હતી.બિકાનેર રવાના થતી યશવંતપુર બિકાનેર ટ્રેન સુરત સ્ટેશને આવી પહોંચી ત્યારે B-4 કોચના પ્રવાસીઓએ પાણી ટપાવવાના મુદ્દે ભારે હોબાળો મચાવ્યો હતો.કોચના એસીના વેન્ટિલેશનમાંથી સતત પાણી પડી રહ્યું હોવાથી,ફર્શ પાણીથી તરબોળ થઈ ગયું હતું.તેને કારણે પ્રવાસીઓનો સામાન પલળી ગયો હતો.
રેલવે સ્ટેશનને હોબાળો મચાવનારા પ્રવાસીઓએ તાત્કાલિક ધોરણે કોચ બદલી આપવામાં આવે તેવી માંગ પ્રશાસન સમક્ષ મૂકી હતી.જોકે પ્રશાસને પણ તાત્કાલિક નિર્ણય લઈને એસી કોચ બદલી નાખ્યો હતો. પરિણામે ટ્રેન દોઢ કલાક રોકી રાખવામાં આવી હતી.સુરત રેલ્વે સ્ટેશનેએ પ્રવાસીઓના હોબાળાની આ ઘટના ગઈકાલે સાંજે બની હતી.ટ્રેન 4:45 વાગે સુરત રેલ્વે સ્ટેશનને આવી હતી અને 6:15 કલાકે સુરતથી ઉપડી હતી,એમ રેલવેના સૂત્રોએ વાતચીતમાં જણાવ્યું હતું.