ચંદીગઢ, તા. 06 જુલાઈ 2022 બુધવાર : પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન લગ્નના બંધનમાં બંધાવા જઈ રહ્યા છે.તેમના લગ્ન ગુરુવારે ચંદીગઢમાં થશે.ભગવંત માન ડો ગુરપ્રીમ કૌર સાથે લગ્ન કરવા જઈ રહ્યા છે.ભગવંત માનની લગ્નમાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ પણ હાજરી આપશે.
ભગવંત માન 48 વર્ષના છે.તેઓ બીજા લગ્ન કરવા જઈ રહ્યા છે. ભગવંત માનના પોતાની પહેલી પત્ની ઈંદરપ્રીત કૌર સાથે ડિવોર્સ થઈ ચૂક્યા છે.તેમને બે બાળકો છે.જે ભગવંત માનની પહેલી પત્ની સાથે અમેરિકામાં રહે છે.ચંદીગઢમાં ભગવંત માનના લગ્નનુ આયોજન થશે.જેમાં અરવિંદ કેજરીવાલ સહિત અમુક નજીકના લોકો જ સામેલ થશે.
2015માં થયા છુટાછેડા
કોમેડિયનથી રાજનેતા બનેલા ભગવંત માન 2014માં પહેલીવાર સંગરુરથી સાંસદ બન્યા હતા ત્યારે તેમના પત્ની ઈંદ્રજીત કૌર પણ તેમના પ્રચારમાં જોવા મળી હતી.જોકે બંનેના 2015માં ડિવોર્સ થઈ ગયા.ભગવંત માને 2019માં પણ સંગરુરથી ચૂંટણી જીતી પરંતુ 2022માં તેઓ AAP તરફથી પંજાબમાં સીએમ ઉમેદવાર બન્યા.તેમના નેતૃત્વમાં પાર્ટીને પ્રચંડ બહુમત મળી.ભગવંત માને 16 માર્ચ 2022ના પંજાબના સીએમ તરીકે શપથ લીધા.
ભગવંત માને કહ્યુ હતુ કે તેઓ રાજકારણના કારણે પરિવારને સમય આપી રહ્યા નથી.તેથી તેમની પત્નીથી તેમણે અંતર બનાવ્યુ.એટલુ જ નહીં ડિવોર્સ બાદ તેમણે સોશિયલ મીડિયા પર પોસ્ટ પણ લખી હતી.જેમાં તેમણે કહ્યુ હતુ કે તેમણે પંજાબને પોતાના પરિવારથી ઉપર પસંદ કર્યુ.રાજનીતિ માટે તેઓ પત્નીથી અલગ થઈ રહ્યા છે.


