ઝોર કા ઝટકા…: આ મહિનેથી જ વીજળીનું બિલ વધી જવાનું

114

જે વીજકંપનીઓને અનામત ભંડોળ ઘટી જવાથી કે સંપૂર્ણ રીતે ખતમ થઈ જવાથી બાકી રકમની વસૂલાત કરવી આવશ્યક છે તેઓ આ મહિનાથી શરૂ થતા માસિક બિલમાં એફએસી ઉમેરશે મહાનગર મુંબઈ સહિત મહારાષ્ટ્રભરના વીજગ્રાહકોએ તેમનાં માસિક વીજબિલોમાં ફરી એક વાર ફ્યુઅલ ઍડ્જસ્ટમેન્ટ ચાર્જ(એફએસી)ચૂકવવા પડશે.સ્ટેટ રેગ્યુલેટરી બૉડીએ તમામ યુટિલિટીઝને રોગચાળા દરમ્યાન એફએસીને સ્થગિત કરવા જણાવ્યું હતું,જે વીજળી ઉત્પન્ન કરવા માટે ઉપયોગમાં લેવાતા બળતણની વિવિધ કિંમતોના આધારે વસૂલવામાં આવતું હતું.

મહારાષ્ટ્ર ઇલેક્ટ્રિસિટી રેગ્યુલેટરી કમિશન(એમઈઆરસી)એ તમામ યુટિલિટીઝને પછીથી એફએસી રિકવર કરવા જણાવ્યું હતું તથા ત્યાં સુધી પોતાના વધારાના ખર્ચને પહોંચી વળવા માટે વ્યક્તિગત ભંડોળનો ઉપયોગ કરવા કહ્યું હતું.આમાંની મોટા ભાગની યુટિલિટીઝનું અનામત ભંડોળ ખતમ થઈ જતાં હવે તેમને એમઈઆરસી દ્વારા મંજૂર કરાયેલી મર્યાદા મુજબ એફએસી ચાર્જ કરવાની મંજૂરી આપવામાં આવી છે. કોલસાની કટોકટી દરમ્યાન તેઓએ બળતણ માટે વધુ ચુકવણી કરવી પડી હતી.

જે વીજકંપનીઓને અનામત ભંડોળ ઘટી જવાથી કે સંપૂર્ણ રીતે ખતમ થઈ જવાથી બાકી રકમની વસૂલાત કરવી આવશ્યક છે તેઓ આ મહિનાથી શરૂ થતા માસિક બિલમાં એફએસી ઉમેરશે.આ એફએસી ઍવરેજ કે પછી વપરાશના પ્રતિ સ્લૅબ ચાર્જ કરવામાં આવશે એ હજી જાણી શકાયું નથી.જોકે અદાણી ઇલેક્ટ્રિસિટીએ જણાવ્યા મુજબ એની સરેરાશ કિંમત પ્રતિ યુનિટ ૯૨ પૈસા હશે.અન્ય વીજકંપનીઓએ તેમના દર જાહેર કર્યા નથી.તાતા પાવરે જણાવ્યું હતું કે એ એમઈઆરસી દ્વારા મંજૂર કરવામાં આવેલા દર મુજબ વીજબિલમાં એફએસી લાગુ કરવાની શરૂઆત કરશે.અદાણી ઇલેક્ટ્રિસિટી,બેસ્ટ તથા એમએસઈડીસીએલે પણ સમાન સૂરમાં એફએસી લાગુ કરવાની વાત કહી છે.

Share Now