ઍમ્નેસ્ટી ઇન્ડિયાને ૫૧.૭૨ કરોડ રૂપિયાનો, જ્યારે આકાર પટેલને ૧૦ કરોડનો દંડ

126

ઈડીના અધિકારીઓએ ગઈ કાલે આ માહિતી આપી હતી ઍમ્નેસ્ટી ઇન્ડિયા ઇન્ટરનૅશનલ પ્રાઇવેટ લિમિટેડ અને એના ભૂતપૂર્વ સીઈઓ આકાર પટેલને ફૉરેન એક્સચેન્જના કાયદાનો ભંગ કરવા બદલ અનુક્રમે ૫૧.૭૨ કરોડ રૂપિયા અને ૧૦ કરોડ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે.ઈડી (એન્ફોર્સમેન્ટ ડિરેક્ટરેટ)ના અધિકારીઓએ ગઈ કાલે આ માહિતી આપી હતી.ઈડીએ જણાવ્યું હતું કે ઍમ્નેસ્ટી ઇન્ટરનૅશનલ યુકે ફૉરેન કન્ટ્રિબ્યુશન રેગ્યુલેશન ઍક્ટ(એફસીઆરએ)થી બચવા માટે એફડીઆઇ(ફૉરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ)રૂટને અનુસરીને,એની ભારતીય શાખાઓનો ઉપયોગ કરીને ભારતમાં એની એનજીઓની ઍક્ટિવિટીનો વ્યાપ વધારવા માટે વિદેશી યોગદાનની‘ખૂબ મોટી રકમ’મોકલાવતું હતું.

ગૃહ મંત્રાલય દ્વારા ઍમ્નેસ્ટી ઇન્ટરનૅશનલ ઇન્ડિયા ફાઉન્ડેશન ટ્રસ્ટ અને એફસીઆરએ હેઠળ અન્ય ટ્રસ્ટોને પૂર્વનોંધણી કે મંજૂરીનો ઇનકાર કરવામાં આવ્યો હોવા છતાં આ ઍક્ટિવિટી ચાલી રહી હતી.ઈડીએ જણાવ્યું કે ફૉરેન એક્સચેન્જ મૅનેજમેન્ટ ઍક્ટની જોગવાઈઓનો ભંગ કરીને ફન્ડ્સ મેળવવામાં આવ્યું હોવાને કારણે જ દંડ માટે શો કૉઝ નોટિસ મોકલવામાં આવી છે.

Share Now