રિશી સુનકે બ્રિટનના વડા પ્રધાન તરીકે બૉરિસ જૉનસનનું સ્થાન લેવા માટે દાવેદારી રજૂ કરી બ્રિટનના ભૂતપૂર્વ નાણાપ્રધાન રિશી સુનકે બ્રિટનના વડા પ્રધાન તરીકે બૉરિસ જોનસનનું સ્થાન લેવા માટે દાવેદારી રજૂ કરી છે.તેમણે પોતાના અભિયાનની શરૂઆત કરતાં સોશ્યલ મીડિયા પર રજૂ કરેલા એક વિડિયોમાં જણાવ્યું હતું કે કોઈએ સ્થિતિને સમજીને યોગ્ય નિર્ણય લેવો પડશે.વાસ્તવમાં તાજેતરમાં જૉનસનના વિરોધમાં પ્રધાનોનાં રાજીનામાંની શરૂઆત મંગળવારે ભારતીય મૂળના નાણાપ્રધાન રિશી સુનકથી થઈ હતી.ઇન્ફોસિસના ફાઉન્ડર નારાયણમૂર્તિના જમાઈ સુનકે ટ્વીટ કર્યું હતું કે‘હું કન્ઝર્વેટિવ પાર્ટીના આગામી લીડર અને તમારા વડા પ્રધાનના પદ માટે દાવેદારી નોંધાવી રહ્યો છું.ચાલો,ફરી વિશ્વાસ સંપાદિત કરીએ,ઇકૉનૉમી ફરી મજબૂત કરીએ અને દેશને એક કરીએ.’આ પહેલાં રાજીનામું આપતાં સમયે સુનકે કહ્યું હતું કે‘જનતા આશા રાખે છે કે સરકાર યોગ્ય રીતે અને ગંભીરતાથી કામ કરે.’