જાપાનના પૂર્વ વડાપ્રધાન શિન્ઝો આબે(Shinzo Abe)નું ચૂંટણી પ્રચાર દરમિયાન ગોળી વાગવાથી મોત થયું છે.આ પહેલા જાપાનના વડાપ્રધાન ફ્યુમિયો કિશિદાએ રાજધાની ટોક્યોમાં જણાવ્યું હતું,”પૂર્વ વડાપ્રધાન શિન્ઝો આબેની હાલત ખૂબ જ ગંભીર છે.”શિન્ઝો આબેને ગળામાં ગોળી વાગી હતી અને ઘણું લોહી વહી ગયા બાદ તેમને હોસ્પિટલમાં બચાવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા હતા.ફ્યુમિયો કિશિદાએ કહ્યું કે હું પ્રાર્થના કરું છું કે શિન્ઝો આબેનો જીવ બચી જાય.”જોકે,હવે જાપાનના વડાપ્રધાન આ દુનિયામાં રહ્યા નથી. સરકારના પ્રવક્તા હિરોકાઝુ માત્સુનોએ અગાઉ અહેવાલોને જણાવ્યું હતું કે “શિન્ઝો આબે પર દેશના પશ્ચિમી પ્રદેશ નારામાં બપોરે 12 વાગ્યા પહેલા હુમલો થયો હતો.એક વ્યક્તિ જેને શૂટર સમજવામાં આવી રહ્યો હતો અને તે વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે.સરકારના પ્રવક્તા હિરોકાઝુ માત્સુનોએ અગાઉ અહેવાલોને જણાવ્યું હતું કે”શિન્ઝો આબે પર દેશના પશ્ચિમી પ્રદેશ નારામાં બપોરે 12 વાગ્યા પહેલા હુમલો થયો હતો.એક વ્યક્તિ જેને શૂટર સમજવામાં આવી રહ્યો હતો અને તે વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે.
67 વર્ષીય આબે સુરક્ષા દળોની હાજરીમાં ભાષણ આપી રહ્યા હતા,પરંતુ દર્શકો તેમના સુધી સરળતાથી પહોંચી શકે તેમ હતા.જાપાનના સરકારી ટીવી NHK દ્વારા પ્રસારિત કરવામાં આવેલા ફૂટેજમાં જોઈ શકાય છે કે જ્યારે સ્ટેજ પર તે ઉભા છે એ દરમિયાન ધડાકો થાય છે અને ધુમાડાના ગોટેગોટા ઉડે છે.