કોરોના વાયરસ વુહાન ની લેબ માંથી લીકેજ થયેલ ભેદી બોમ્બ હોવાની શંકા દ્રઢ બની રહી છે અને આ વાત દબાવી દેવા માટે ચાઇના એ સૌથી પહેલા કોરોના વાયરસ ડિકલેર કરનાર ડોકટર ને જ પતાવી દીધા હતા ત્યારબાદ કેટલાક પત્રકારો ને ઉપર પહોંચાડી દીધા હોવાની શંકાઓ ઉઠી રહી છે. ચાઇના કોઈપણ પુરાવો છોડવા માંગતું નથી ,ચાઇના ના વુહાન લેબ માંથી કોરોના વાયરસ લીકેજ થયા બાદ આ બાયોજિકોલ વેપન્સ કોના માટે તૈયાર કરાતું હતું તે અંગે સવાલો ઉઠી રહ્યા છે. અહીં કેટલીક વાતો બહાર આવી છે જેમાં ચાઇનાના એડિટર અને પબ્લિશર્સના ગ્રૂપ દ્વારા એક લેટેસ્ટ લિસ્ટ જાહેર કરવામાં આવ્યું છે, જેમાં અર્જન્ટ કેસીસ ઓફ જર્નલિસ્ટ્સ અંડર અટેક’માં ચેનનું નામ સામેલ છે ચીનમાં ૩૧ ડિસેમ્બરે જયારે કોરોનાનો સૌ પ્રથમ કિસ્સો બહાર આવ્યા બાદ ચીનના કેટલાક પત્રકારો રીતસર ના ગાયબ થઈ ચૂકયા છે,તેનું રહસ્ય હજુસુધી ઉકેલાયું નથી.ચીનના સિટિઝન જર્નલિસ્ટ ચેન કિવશીએ ૩૦ જાન્યુઆરીના દિવસે વુહાનમાં કોરોના વાઇરસ અંગે રિપોર્ટિંગ કરી તેનો એક વીડિયો સોશિયલ મીડિયા પર મૂકયો હતો અને કહ્યું હતું કે આઈ એમ સ્કેર્ડ (હું ભયભીત છું). મારી સામે કોરોના વાઇરસ છે અને પાછળ ચાઇના સરકારનો લીગલ અને એડમિનિસ્ટ્રેટિવ પાવર પડ્યો છે!આ બાબત ઘણુંબધું સૂચવી જાય છે.ત્યારબાદ ચેન કિવશીએ ૧૯ જાન્યુઆરીના દિવસે વુહાન જવા માટે છેલ્લી હાઈ સ્પીડ ટ્રેન પકડી હતી અને ત્યાં કોરોનાના દર્દીઓથી ઉભરાતી હોસ્પિટલનું શૂટિંગ કરવામાં બે સપ્તાહ ગાળ્યા હતા.તેણે ત્યાંથી અપલોડ કરેલા વીડિયોમાં કહ્યું હતું કે વુહાનની હોસ્પિટલ્સ માં લાશો ના ઢગલા અને હજજરો દર્દીઓને મેનેજ કરવા માટે તંત્ર મથી રહ્યું છે,ચેનનો આ વીડિયો ૩૦ જાન્યુઆરીના દિવસે એપિયર થયો પછી એક સપ્તાહ બાદ ચેન કિવશી ડીસએપિયર થઈ ગયો એટલે કે ગાયબ થઈ ગયો! ત્યારબાદ તે દેખાયો નથી.