રાંદેર સિંગણપુર વચ્ચેનો કોઝવે ઓવરફ્લો થતાં વાહન વ્યવહાર બંધ કરાયો

140

સુરત : સુરત શહેર સહિત જિલ્લામાં પડી રહેલા દેમાર વરસાદને કારણે આજે મહાનગરપાલિકાએ બનાવેલો કોઝ વે ઓવરફ્લો થયો હતો.મોડી રાત્રે કોઝવે ઓવરફ્લો થતા વાહન વ્યવહાર માટે બંધ કરાયો હતો.સુરતમાં છેલ્લા કેટલાક દિવસથી ચોમાસાનો માહોલ જામ્યો છે.સુરત શહેર અને જિલ્લામાં વરસાદ પડતા રાંદેર અને સિંગણપોર વચ્ચે બનાવવામાં આવેલા કોઝવેમાં પાણીની આવક થઈ રહી છે.છેલ્લા બે ત્રણ દિવસથી ચોમાસાના વરસાદની તીવ્રતા વધતા તાપી નદીમાં પણ પાણીનું સ્તર ધીમે ધીમે વધી રહ્યું છે.જેના કારણે મોડી રાત્રે સુરતનો કોઝ વે ઓવરફ્લો થઈ ગયો હતો.કોઝવે ઓવરફલો થતા વાહન વ્યવહાર બંધ કરવામાં આવ્યો હતો.મોડી રાત્રે બંધ કરાતા અહીંથી પસાર થતાં વાહનોને જહાંગીરપુરા ડભોલી બ્રિજ તથા ચંદ્રશેખર આઝાદ બ્રિજ ઉપર ડાઈવર્ટ કરવામાં આવ્યા છે.

Share Now