તડકેશ્વર ગામે હાલના સમયમાં ચાલી રહેલ કોમી તંગદીલી બાબતે શાંતિ સમિતીની મીંટીંગ રાખવામા આવી

142

બારડોલી : અધિક પોલીસ મહાનિર્દેશક સુરત વિભાગ એસ.પી.રાજકુમાર પાંડીયન નાઓના અધ્યક્ષપણા હેઠળ પોલીસ અધિક્ષક હિતેશ જોયસર સુરત ગ્રામ્ય નાઓની ઉપસ્થિતીમાં તથા તેમજ ભાર્ગવ પંડ્યા,I/C વિભાગીય પોલીસ અધિકારી,બારડોલી વિભાગ,બારડોલી નાઓ તેમજ માંડવી પોલીસ ઇન્સપેક્ટર એચ.બી.પટેલ,તેમજ માંડવી પોલીસ સ્ટાફના અધિકારી/કર્મચારીઓની હાજરીમાં શાંતિ-સમિતીની મીંટીંગ માંડવી તાલુકાના તડકેશ્વર ગામે દુધમંડળીના હોલમાં આજ રોજ રાખવામાં આવી હતી જે મીટીંગમાં માંડવી તાલુકાના સામાજિક તેમજ રાજકીય આગેવાનો તેમજ ગ્રામજનો તેમજ તમામ સમાજના સભ્યો તથા વિવિધ સંઘના આગેવાનો મળી આશરે અઢીસો જેટલા લોકો હાજર રહ્યા હતા આ શાંતિ સમિતીની મીટીંગમાં રાજકુમાર પાંડીયન નાઓએ હાજર આગેવાનો તેમજ માણસોને જણાવેલ કે,છેલ્લા ઘણા દિવસોથી માંડવી તાલુકામાં જેમાં ખાસ કરીને તડકેશ્વર ગામ,

તેમજ આજુબાજુના ગામોમાં કોમી તંગદીલી સર્જાતી આવેલ છે.જે કોમી તંગદીલી ખાસ કરીને સોશ્યલ મીડિયામાં કોઇ સમાજની લાગણી દુભાય તેવી પોસ્ટ મુકવાથી આવી પરિસ્થીતી સર્જાય છે.તો આવી પોસ્ટ નહી મુકવા તેમજ કોઇપણ પ્રકારના પશુઓની હેરાફેરી હાલમા પ્રવર્તમાન સમયમાં અમલમાં હોય તેવા કાયદા તેમજ નિયમો અનુસાર કરવા તેમજ ગૌવંશ કતલખાને લઇ જવા માટે હેરાફેરી નહી કરવા અને ગૌરક્ષક તેમજ વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળના હોદ્દેદારો સભ્યોને પશુઓની ગેર કાયદેસર રીતે હેરાફેરી બાબતે તથા ગૌવંશ કતલ કે હેરાફેરી બાબતે કોઇ માહિતી મળે તો જેતે બાબતે લાગતા વળગતા પોલીસ સ્ટેશનમાં જાણ કરી,પોલીસને સાથે રાખી યોગ્ય કાર્યવાહી કરવા સમજ આપી હતી અને દરેક કોમો વચ્ચે ભાઇચારો અને સુલેહ શાંતી જળવાય રહે તે બાબતે જરૂરી સમજ કરવામાં આવી હતી અને ભવિષ્યમાં કોઇ કોમો વચ્ચે કોઇપણ પ્રકારનુ ઘર્ષણ ઉભુ ન થાય તે માટે આ શાંતી સમીતીની મીંટીંગમાં હાજર રહેલ તમામ હોદ્દેદારો તેમજ હાજર આગેવાનો તેમજ માણસો સાથે વિચાર વિમર્ષ કરવામાં આવી હતી

Share Now