પેટ્રોલ પંપ માત્ર ૮ થી ૪ નહિ, પૂરો સમય ખુલ્લા રહેશે

453

ઇંધણ પુરવઠો સતત જળવાઇ રહેવો જરૂરીઃ ભંગ કરનારા પંપ સંચાલકો સામે પગલા : પેટ્રોલ ડીલર્સ એશો.ના નિર્ણયને સરકારની લપડાકઃ પરીપત્ર પ્રસિધ્ધ

તા.ર૮: લોકડાઉનના પગલે પેટ્રોલ પંપ એસોસીએશન દ્વારા પેટ્રોલ પંપો માત્ર સવારે ૮ થી ૪ ખુલ્લા રાખવાના નિર્ણય સામે સરકારે આ નિર્ણય અયોગ્ય હોવાનું જણાવી પુરો સમય પેટ્રોલ પંપો ખુલ્લા રાખવા આદેશ કર્યો છે.તેમજ તેનો ભંગ કરનાર સામે પગલા લેવાનું સરકારના સુત્રોએ જણાવ્યું છે.પેટ્રોલ ડીઝલ એસોસીએશનના પ્રમુખ અરવિંદભાઇ ઠક્કરે રાજયના અન્ન અને નાગરીક પુરવઠા વિભાગમા઼ પ્રવર્તમાન પરિસ્થિતિમાં પેટ્રોલ ડીઝલના પંપો સવારે ૮ થી બપોરના ૪ વાગ્યા સુધી ખુલ્લા રાખવાની માંગણી અંગે અન્ન અને નાગરીક પુરવઠા વિભાગના અકીલા નિયામકશ્રીએ આ અયોગ્ય હોવાનું જણાવ્યું છે.તેઓએ વધુમાં જણાવ્યું છે કે પેટ્રોલ તથા ડીઝલ પંપ ધારકો ગુજરાત આવશ્યક ચીજવસ્તુઓ અંતર્ગત પરવાનેદાર નથી પરંતુ ઓઇલ,માર્કેટીંગ કંપનીની માર્કેટીંગ ડીસીપ્લીન ગાઇડલાઇન પ્રમાણે કાર્ય કરે છે.ત્યારે વર્તમાન પરિસ્થિતિમાં સમગ્ર રાજયમાં સતત પેટ્રોલ તથા ડીઝલનો પુરવઠો યથાવત જળવાઇ રહે તે જરૂરી છે.નિયામકશ્રીએ વધુમાં જણાવ્યું કે પેટ્રોલ પંપો ઉપર બીનજરૂરી ભીડ ન થાય તથા પરીવહન વાહનોને કોઇ પણ સમયે જોઇતો પુરવઠો મળી રહે તે માટે આ પ્રકારની પરવાનગી આપી શકાય નહી

Share Now