અમેરિકાએ સિરિયામાં ઇસ્લામિક સ્ટેટના વડાને મોતને ઘાટ ઉતાર્યો

115

નવી િદલ્હી : અમેરિકાએ ડ્રોન હુમલો કરીને સિરિયામાં ઇસ્લામિક સ્ટેટ(આઇએસ)ગ્રૂપના વડા માહેર-અલ-અગલને મોતને ઘાટ ઉતર્યો છે.અમેરિકાના આ હુમલામાં ઇસ્લામિક સ્ટેટ ગ્રૂપનો બીજો એક ખુંખાર આતંકી પણ ગંભીર રીતે ઘવાયો હતો,એમ પેન્ટાગોને મંગળવારે જણાવ્યું હતું.ઇસ્લામિક સ્ટેટ ગ્રૂપ રક્કા પર અંકુશ ધરાવતું હતું ત્યારે અલ-અગલ આ ગ્રૂપનો મહત્ત્વનો કમાન્ડર હતો.તેને તુર્કીનું સમર્થન ધરાવતા આતંકી જૂથનું સમર્થન મળતું હતું.ઇસ્લામિક સ્ટેટના ટોચના ચાર નેતાઓમાં તેનો સમાવેશ થતો હતો.

યુએસ સેન્ટ્રલ કમાન્ડે એક નિવેદનમાં જણાવ્યું હતું કે મંગળવારે માહેર અલ-અગાલનું મોત થયું છે અને બીજો એક આતંકી ગંભીર રીતે ઘવાયો છે.આ આતંકીની ઓળખ થઈ શકી ન હતી.પેન્ટાગોને જણાવ્યું હતું કે આ હુમલામાં સામાન્ય લોકોને કોઇ નુકસાન થયું ન હતું.અમેરિકાએ દ.પશ્ચિમ સિરિયાના શહેર જિંદારિસ પર ડ્રોનથી હુમલા કર્યા હતા.ઇસ્લામિક સ્ટેટ ગ્રૂપના વડા અબુ ઇબ્રાહિમ અલ-હાશિમી-અલ કુરેશીમોતના થોડા મહિનામાં અલ-અગલ પર અમેરિકાએ આ હુમલો કર્યો હતો.

Share Now