અમદાવાદ : તા.14 જુલાઈ 2022,ગુરૂવાર : પાલિતાણાની દલિત યુવતીને શારીરિક-માનસિક ત્રાસ આપી આત્મહત્યા માટે દુષ્પ્રેરણ કરવાના કેસમાં સી.એમ.વિદ્યાલય,પાલિતાણાના આરોપી પ્રિન્સીપાલ ઘનશ્યામસિંહ રાઠોડ દ્વારા પોતાની વિરુધ્ધની ફરિયાદ રદબાતલ ઠરાવવા ગુજરાત હાઇકોર્ટ સમક્ષ કરેલી કવોશીંગ પિટિશન હાઇકોર્ટે ફગાવી દેવાનું વલણ અપનાવતાં આરોપીને પોતાની અરજી પાછી ખેંચી લેવાની ફરજ પડી હતી.
હાઇકોર્ટે અગાઉ આરોપી પ્રિન્સીપાલની ધરપકડ સામે સ્ટે આપતી વચગાળાની રાહત જારી કરી હતી.જો કે,આરોપી ઘનશ્યામસિંહ રાઠોડની કવોશીંગ પિટિશનની આખરી સુનાવણી દરમ્યાન હાઇકોર્ટે આરોપીને આપેલી રાહત પાછી ખેંચી લીધી હતી અને તેની અરજી ફગાવી દેવાનું વલણ અખત્યાર કરતાં તેને પોતાની કવોશીંગ પિટિશન પાછી ખેંચી લેવી પડી હતી.જેેને પગલે હવે આ ચકચારભર્યા કેસમાં સી.એમ.વિદ્યાલય હાઇસ્કૂલના આરોપી પ્રિન્સીપાલ ઘનશ્યામસિંહ રાઠોડની ધરપકડનો માર્ગ પોલીસ માટે મોકળો થયો છે.દલિત યુવતીને આત્મહત્યા માટે દુષ્પ્રેરણના કેસમાં આરોપી પ્રિન્સીપાલ ઘનશ્યામસિંહ રાઠોડ વિરુધ્ધ એટ્રોસીટી એકટ હેઠળ ફરિયાદ નોધાઇ હતી.જે અંગેની ફરિયાદ રદ કરવાનો હાઇકોર્ટેે ઇન્કાર કરી દીધો હતો.