સુરત, તા. 28 માર્ચ 2020, શનિવાર
કોરોનાની પરિસ્થિતિને ધ્યાને લઈ સોશિઅલ ડિસ્ટન્સ જળવાઈ રહે તે માટે APMCમાં માસ્ક પહેરીને ફરજિયાત એન્ટ્રીનો નિર્ણય લેવાયો છે. સોમવારથી APMC (સરદાર માર્કેટ)માં શાકભાજીના વેચાણમાં ફેરફાર કર્યો છે.
લોક ડાઉનના સમયમાં શહેરીજનોને શાકભાજી સહિત જીવન જરૂરિયાતની વસ્તુઓ સરળતાથી મળી રહે તે માટે જિલ્લા કલેકટર ખાસ ધ્યાન આપી રહ્યા છે.APMCના સંચાલકો પણ લોક ડાઉનમાં સોશ્યલ ડિસ્ટન્સ રહે તે માટે જ ખાસ ભાર મૂકી રહ્યા છે અને શાકભાજીનું સરળતાથી વહન થાય તે માટે ખાસ પરવાનગી પણ આપી રહ્યા છે ને બીજી બાજુ આજે APMC દ્વારા એક અગત્યની સૂચના જારી કરી છે કે તા. 30.03.2020ને સોમવારથી માર્કેટયાર્ડમાં ખેડુતોએ પોતાનો માલ બપોરે 3થી 6 દરમ્યાન પોતાની જાતે પોતાના મજુરો દ્વારા ઉતારી જવાનો રહેશે.ત્યારબાદ જનરલ કમિશન એજન્ટોએ ખેડુતોનો માલ રાત્રે 8.00થી સવારે 4.00 વાગ્યા દરમ્યાન વેચવાનો રહેશે. માર્કેટયાર્ડમાં પ્રવેશતા તમામ લોકોને માસ્ક પહેરવા ફરજીયાત છે. માસ્ક વગરનાને યાર્ડમાં પ્રવેશ મળશે નહીં. સુરત શહેરમાં શાકભાજી – ફળોની હોમ ડીલીવરી માટે વેબ સાઈટ www.surat.apmc.org.in પરથી મળશે.