BREAKING : પંજાબ પોલીસ અને સિદ્ધુ મૂસેવાલા હત્યાકાંડના ગેંગસ્ટરો વચ્ચે અથડામણ, એક ગેંગસ્ટર ઠાર

193

ચંદીગઢ, તા. 20 જુલાઈ 2022, બુધવાર : પંજાબમાં સિદ્ધુ મૂસેવાલાના શંકાસ્પદ હત્યારાઓ અને પોલાસ વચ્ચે અથડામણ ચાલી રહી છે.આ દરમિયાન આસપાસના લોકોને પોલીસે ઘરની અંદર જ રહેવા જણાવ્યું છે તેથી તેઓ કોઈ પણ પ્રકારની દુર્ઘટનાનો શિકાર ન થઈ શકે.આ અથડામણ અમૃતસર જિલ્લામાં પાકિસ્તાનની સરહદને અડીને ચિચા ભકના ગામમાં ચાલી રહી છે.અહેવાલ પ્રમાણે એક જુની હવેલીમાં આ ગેંગસ્ટર છુપાયેલા છે.મળતી માહિતી મુજબ તેઓ 3 ગેંગસ્ટર હતા જેમાંથી એકને પોલીસે ઠાર કર્યો છે.ચિચા ભકના ગામથી પાકિસ્તાનની સરહદ માત્ર 100 મીટરના અંતર પર જ છે.તેથી એ પણ આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે કે, ગેંગસ્ટર પાકિસ્તાનમાં ઘુસી શકે છે.આવી સ્થિતિમાં પોલીસે 2 કિલોમીટરના વિસ્તારને સંપૂર્ણ રીતે ઘેરી લીધો છે.

સામાન્ય લોકોને ઘરોમાં જ રહેવાની વિનંતી કરવામાં આવી છે અને આજુ-બાજુના વિસ્તારોમાં સ્નાઈપર્સને તૈનાત કરવામાં આવ્યા છે.મોટી સંખ્યામાં પોલીસ ફોર્સ તૈનાત છે અને દરેક પગલા પર દેખરેખ રાખવામાં આવી રહી છે.ઘટના સ્થળે પોલીસના વરિષ્ઠ અધિકારી પણ પહોંચી ગયા છે.પોલીસને ગેંગસ્ટર્સ આ વિસ્તારમાં છુપાયેલા હોવાની જાણકારી મળી હતી જેની તલાશ માટે ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું હતું.આ દરમિયાન ગેંગસ્ટર્સ તરફથી પોલીસ પર ફાયરિંગ શરૂ કરવામાં આવ્યું હતું જેના જવાબમાં ફોર્સે પણ કાર્યવાહી કરી હતી.ગેંગસ્ટર્સના ગોળીબારમાં બે પોલીસ અધિકારીઓ પણ ઘાયલ થયા છે જેમને સારવાર માટે અમૃતસરની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

Share Now