ઈટાલીમાં એક જ દિવસમાં રેકોર્ડબ્રેક 1000 લોકોના મોત

312

રોમ, તા.28 માર્ચ 2020, શનિવાર

કોરોના વાયરસનો ગઢ બની ચુકેલા ઈટાલીમાં દર્દીઓને સાજા કરવા માટે મથામણ કરી રહેલા ડોક્ટરોમાંથી ઘણા આ વાયરસ સામે જીંદગીનો જંગ હારી ચુક્યા છે.ઈટાલીમાં અત્યાર સુધીમાં 51 ડોક્ટરોના પણ આ વાયરસના કારણે મોત થયા છે. આ તમામ ડોક્ટરો કોરોનાના દર્દીઓની સારવાર કરી રહ્યા હતા. તેમના સારવાર દરમિયાન મોત થયા હતા.

ઈટાલીના ડોક્ટર એસોસિએશનના અધ્યક્ષ ફિલિપો અનેલ્લીએ તાજેતરમાં જ આ ખતરાને જોતા ડોક્ટરો માટે વધારે સુરક્ષા ઉપકરણોની માંગણી પણ કરી છે.દરમિયાન ઈટાલીને આ વાયરસે જબરદસ્ત ભરડો લીધો છે.ક્યારે આ મહામારી દુર થશે તેના કોઈ એંધાણ મળી રહ્યા નથી. શુક્રવારે તો 1000 દર્દીઓ ઈટાલીમાં મોતને ભેટતા હાહાકાર મચી ગયો છે.ઈટાલીમાં મરનારા લોકોની સંખ્યા 9000ને પાર કરી રગઈ છે. બીજા હજારો લોકો સંક્રમિત થયેલા છે. ઈટાલીમાં સતત નવા દર્દીઓ સામે આવી રહ્યા છે.

Share Now