COVID19 : દેશમાં 25નાં મોત : 106 કેસ પોઝીટીવ : કુલ કેસો : 979

270

નવી દિલ્હી, 29 માર્ચ 2020 રવિવાર

ભારતમાં કોરોના વાયરસને લઈને આરોગ્ય મંત્રાલયે જાહેર કરેલા અપડેટ આંકડા મુજબ દેશમાં અત્યાર સુધીમાં કોવિડ -19 ના 979 કેસ નોંધાયા છે, જેમાં 25 મોતનો સમાવેશ થાય છે.

આરોગ્ય મંત્રાલયના જોઇન્ટ સેક્રેટરી લવ અગ્રવાલે જણાવ્યું કે છેલ્લા 24 કલાકમાં કોરોનાના 106 પોઝિટિવ કેસ નોંધાયા છે અને 6 લોકોનાં મોતની પુષ્ટિ થઈ છે.

એમ આરોગ્ય મંત્રાલયના જોઇન્ટ સેક્રેટરી લવ અગ્રવાલે જણાવ્યું હતું. આરોગ્ય મંત્રાલયે પોતાના નિવેદનમાં કહ્યું છે કે અમે એવા સ્થળોની ઓળખ કરી રહ્યા છીએ જ્યાં કેસ ઝડપથી વધી રહ્યા છે.

આરોગ્ય મંત્રાલયે કહ્યું કે, ઇમરજન્સી મેડિકલ મેનેજમેન્ટ, અલગ પલંગ, અલગ સુવિધા સહિત અન્ય બાબતોના માર્ગદર્શન માટે 10 જૂથો બનાવવામાં આવ્યા છે.

ઉપરાંત, મંત્રાલયે કહ્યું કે આયુષ મંત્રાલયનું દેશભરમાં નેટવર્ક છે અને તે પુરાવા આધારિત સંશોધન દ્વારા જાગૃતિ ફેલાવી શકે છે.

આ દરમિયાન આઈસીએમઆરએ કહ્યું કે કોરોના વાયરસના લગભગ 35,000 ટેસ્ટ કરવામાં આવ્યા છે અને 113 લેબોરેટરી કામ કરી રહી છે.

આ ઉપરાંત, કોરોના વાયરસની તપાસ માટે 47 ખાનગી લેબ્સને મંજૂરી આપવામાં આવી છે.

Share Now