સુરતનો કેબલ સ્ટેઇડ બ્રિજ 1 મહિના માટે વાહન વ્યવહાર માટે બંધ રહેશે : જાણો વિગતે

159

– 16.89 કરોડના ખર્ચે કેબલ-સ્ટેડ બ્રિજ પર દેખરેખ રાખવા માટેની સિસ્ટમ સ્થાપિત કરવામાં આવશે
– દિવાળી સુધીમાં શહેરીજનો કેબલ બ્રિજ પર આકર્ષક લાઇટનો નજારો માણી શકશે.
– સુરતની સુંદરતા અને કેબલ બ્રિજની આકર્ષકતમાં વધુ ઉમેરો કરવા આયોજન હાથ ધરાયું

સુરત : સુરતનો કેબલ સ્ટેડ બ્રિજ બન્યાને લગભગ ત્રણ વર્ષ થયા છે. સ્પેશિયલ સ્ટ્રક્ચર બ્રિજની ખાસ જાળવણીના ભાગરૂપે સ્ટ્રક્ચરલ હેલ્થ મોનિટરિંગ સિસ્ટમની કામગીરી માટે ગુરુવાર 28 જુલાઈથી 27 ઓગસ્ટ સુધી અડાજણથી અઠવા લાઇનની એક બાજુ ટ્રાફિક માટે બંધ રહેશે.

16.89 કરોડના ખર્ચે કેબલ-સ્ટેડ બ્રિજ પર દેખરેખ રાખવા માટેની સિસ્ટમ સ્થાપિત કરવામાં આવશે અને 2.97 કરોડના ખર્ચે યુનિક લાઇટિંગ સિસ્ટમ ઊભી કરવાની કામગીરી સોંપવામાં આવી છે.તાપી નદી પરના કેબલ સ્ટેડ બ્રિજના કેબલ પર અલગ અલગ સેન્સર લગાવવામાં આવશે.જેની મદદથી કેબલ ફોર્સ,વાઇબ્રેશન,ટેમ્પરેચર,સ્ટ્રેસ મોનિટરિંગ,ડિસ્પ્લેસમેન્ટ,ડિફ્લેક્શન,વિન્ડ પ્રેશર વગેરે જેવા પરિમાણોનો રિયલ ટાઇમ ડેટા મેળવી શકાય છે.આ તમામ ડેટા બ્રિજની નીચે બનેલા કંટ્રોલ રૂમમાંથી મેનેજ કરવામાં આવશે.

બ્રિજ પર આ મહત્વની કામગીરી ચાલી રહી છે ત્યારે બ્રિજના એક ભાગ પર વાહનોની અવરજવર સદંતર બંધ રહે તે જરૂરી છે.આ માટે કમિશનર અને પોલીસ કમિશનર વચ્ચે બેઠક યોજાઈ હતી અને તંત્ર તેમજ કંટ્રોલ સિસ્ટમ ગોઠવવા માટે એક મહિના માટે બ્રિજ બંધ રાખવાનો નિર્ણય લેવાયો હતો.તેથી હવે અડાજણથી અઠવાલાઈન સુધીના કેબલ સ્ટેઈડ બ્રિજનો સેક્શન 28 જુલાઈથી 27 ઓગસ્ટ સુધી એક મહિના માટે બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

નોંધનીય છે કે કેબલ સ્ટેઇડ બ્રિજમાં સેન્સર બેઝ્ડ મોનીટરીંગ માટે બ્રિજન અથવા તરફના છેવાડે કંટ્રોલ રૂમ બનાવવાની કામગીરી પણ પ્રગતિ હેઠળ છે.અસામાન્ય પરિસ્થિતિમાં કે બ્રિજ પરથી ભારે વાહનોની અવરજવર સંજોગોમાં કેબલની ગતિવિધિ કેવી છે ? તે આ સેન્સર દ્વારા જાણી શકાશે.બ્રિજની ટેક્નિકમાં કોઈ ખામી સર્જાવાની શક્યતા હોય તો સેન્સર બેઝડ ટેકનોલોજીના કારણે એજન્સીને અને તંત્રને આગોતરી જાણ થઈ શકે છે.મનપાના સ્મેક સેન્ટર ખાતે પણ સેન્સર બેઝ મોનીટરીંગ ઓનલાઈન કરી શકાશે આમ આગામી દિવસોમાં એટલે કે દિવાળી સુધીમાં શહેરીજનોને કેબલ બ્રિજ પર આકર્ષક લાઇટનો નજારો માણવા મળી શકે છે.જે સુરતની સુંદરતા અને કેબલ બ્રિજની આકર્ષકતમાં વધુ ઉમેરો કરશે.

Share Now