લઠ્ઠાકાંડ ઇફેક્ટ : વડોદરામાં દેશી દારૂ સાથે 86 ની અટકાયત

234

વડોદરા,તા.27 જુલાઈ 2022,બુધવાર : રાજ્યમાં લઠ્ઠા કાંડના કારણે વડોદરા પોલીસ દેશી દારૂના કેસ કરવા સક્રિય થઈ હતી.અને વિવિધ પોલીસ મથકોમાં વીતેલા 24 કલાક દરમિયાન નશાની હાલતમાં 55 લોકો અને દેશી દારૂ સાથે 86 લોકોની અટકાયત કરી છે.આમ ડ્રાઈવના આદેશ વચ્ચે વડોદરાના પોલીસ મથકો પીધેલા અને બુટલેગરોથી ઉભરાયા છે.જે રાજ્યમાં દારૂબંધીનો કાયદો કેટલા અંશે મજબૂત છે તે દર્શાવે છે.

વીતેલા 24 કલાક દરમિયાન શહેરના અલગ અલગ પોલીસ મથકની કામગીરી ઉપર નજર નાખીએ તો ,વાડી પોલીસ પીધેલા 08 અને દેશી દારૂ સાથે 04,વારસિયા પોલીસ પીધેલા 05 અને દેશી દારૂ સાથે 03,સયાજીગંજ પોલીસ પીધેલા 03 અને દેશી દારૂ સાથે 10, સમા પોલીસ પીધેલા 04 અને દેશી દારૂ સાથે 03,રાવપુરા પોલીસ પીધેલા 02 અને દેશી દારૂ સાથે 02,પાણીગેટ પોલીસ પીધેલા 03 અને દેશી દારૂ સાથે 05 તથા વિદેશી દારૂ સાથે 01,નવાપુરા પોલીસ પીધેલા 04 અને દેશી દારૂ સાથે 04, નંદેશરી પોલીસ દેશી દારૂ સાથે 03, માંજલપુર પોલીસ દેશી દારૂ સાથે 11,વડોદરા રેલવે પોલીસ વિદેશી દારૂ સાથે 02,મકરપુરા પોલીસ પીધેલા 08,અને દેશી દારૂ સાથે 03, લક્ષ્મીપુરા પોલીસ પીધેલા 01 અને દેશી દારૂ સાથે 01, કારેલીબાગ પોલીસ પીધેલા 02 અને દેશી દારૂ સાથે 01,જવાહરનગર પોલીસ દેશી દારૂ સાથે 03, જે.પી.રોડ પોલીસ પીધેલા 01 અને દેશી દારૂ સાથે 07, હરણી પોલીસ પીધેલા 03 અને દેશી દારૂ સાથે 06, ગોત્રી પોલીસ દેશી દારૂ સાથે 06,ગોરવા પોલીસ દેશી દારૂ સાથે 04, ફતેહગંજ પોલીસ પીધેલા 01 અને દેશી દારૂ સાથે 01, સિટી પોલીસ પીધેલા 06 અને દેશી દારૂ સાથે 02, છાણી પોલીસ દેશી દારૂ સાથે 02, બાપોદ પોલીસ પીધેલા 04 અને દેશી દારૂ સાથે 07 આરોપીઓની અટકાયત કરી છે.

Share Now