– પી.આઈ દ્વારા ફરિયાદીને ગાળો આપી તેમજ માર માર્યાના આક્ષેપ સાથે અરજી કરાઈ
– પી.આઈ સહિત અન્ય સાથ કર્મીઓએ આવીને ફરિયાદીની દુકાનની બહાર સોફા પર બેસેલા શખ્સને પી.આઈએ લાફો માર્યો
– અરજી બાદ હવે આગળ શું થાય છે તેના પર સૌ કોઇની નજર રહેલી છે
સુરત : સુરત સરથાણા પોલીસ મથકમાં ફરજ બજાવતા પી.આઈ પબ્લિક સાથે દાદાગીરી કરતા વિવાદના દાયરામાં આવ્યા છે.એટલું જ નહિ પણ તેમની તાનાશાહી સામે ફાસ્ટ ફૂડના શોપ માલિકને માર મારીને ગાળો આપી તેમજ ખોટા કેસોમાં ફસાવી દેવાની ધમકી આપ્યા હોવાના આક્ષેપો સાથે પોલીસ કમિશ્નરને અરજી કરવામાં આવી છે.આ અરજી બાદ હવે આગળ શું પગલા લેવામાં આવે છે તેના પર સૌ કોઇની નજર રહેલી છે.
સુરતના સરથાણા વિસ્તારમાં ઈંડાની રેસ્ટોરન્ટમાં દબંગ સ્ટાઈલમાં આવી ગ્રાહકોને લાતો મારીને યુવકોને ભગાડતા,સરથાણા પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેકટર કે.એમ ગુર્જરની કરતૂત સીસીટીવીમા કેદ થવા પામી છે.જેને લઈને પોલીસ ઇન્સ્પેકટર કે.એમ ગુર્જર વિવાદમાં આવ્યા છે.સાથે જ પી.આઈની આ દાદાગીરી સામે પોલીસ કમિશ્નરને અરજી પણ કરવામાં આવી છે.ઈંડાની રેસ્ટોરન્ટ ચલાવતા શખ્સે પોલીસ કમિશ્નરને પી.આઇ સામે ગંભીર આરોપ સાથેની અરજી કરી છે.અરજીમાં જણાવ્યાં અનુસાર, સરથાણા વિસ્તારમાં આવેલા રાજ ઇમપિરિયલમાં આવેલા ફાસ્ટ ફ્રુડની દુકાન ધરાવનાર પ્રશાંત સવાણીને માર મારવામાં આવ્યો હતો.અને તેમને ગાળો આપી હોવાનો અરજીમાં ઉલ્લેખ છે.સાથે જ પી.આઈ દ્વારા ફરિયાદીને માર મારવાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે જેમાં પી.આઈ સહિત અન્ય સાથી કર્મીઓએ આવીને ફરિયાદીની દુકાનની બહાર સોફા પર બેસેલા શખ્સને પી.આઈ દ્વારા એક લાફો માર્યો હતો,તેવું સીસીટીવી કેમેરામાં દેખાય છે ત્યારે હવે આ મામલે હવે શું કાર્યવાહી કરશે કે કેમ તે જોવું રહ્યું.

