– બોક્સ ઓફિસ ઉપર ‘લાલ સિંહ ચડ્ડાની’ ટક્કર અક્ષય કુમારની ફિલ્મ ‘રક્ષાબંધન’ સાથે થશે
મુંબઈ, તા. 01 ઓગસ્ટ 2022, સોમવાર : મિસ્ટર પરફેક્શનિસ્ટ તરીકે ઓળખાતા આમિર ખાન 4 વર્ષના અંતરાલ બાદ સિલ્વર સ્ક્રીન ઉપર ફિલ્મ ‘લાલ સિંહ ચડ્ડા’ સાથે કમબેક કરી રહ્યા છે.આમિર ખાનની ફિલ્મની ચાહકો ઉત્સુકતાથી રાહ જોતા હોય છે પરંતુ તેમની અપકમિંગ ફિલ્મ ‘લાલ સિંહ ચડ્ડા’ને બોયકોટ કરવાની માંગ થઈ રહી છે.
જાણો શું અપીલ થઈ રહી છે?
તમને જાણીને શોક લાગશે કે, 11 ઓગસ્ટના રોજ રિલીઝ થવા જઈ રહેલી આમિર ખાનની ફિલ્મ માટેનો નેગેટિવ માહોલ તેમના ચાહકોનું દિલ તોડી શકે છે.ટ્વિટર ઉપર #BoycottLaalSinghChaddha ટ્રેન્ડ થઈ રહ્યું છે.આમિર ખાન અને કરીના કપૂર સ્ટારર આ ફિલ્મને ન જોવા માટે જોરદાર ટ્રેન્ડ ચલાવવામાં આવી રહ્યો છે.આ મૂવીના રિલીઝ થતા પહેલા જ લોકો નારાજ છે.તેના પાછળનુ કારણ જાણીને તમને નવાઈ લાગશે.આ આખો મામલો આમિર ખાન અને કરીના કપૂરના નિવેદનો અંગેનો છે.કેમ ગુસ્સામાં છે યુઝર્સ?
એક યુઝરે લખ્યું હતું કે, તમારી પત્નીએ કહ્યું હતું કે ભારતમાં રહેવું સુરક્ષિત નથી તો તમે કેમ તમારી મૂવી અહીંયા રિલીઝ કરી રહ્યા છો.બીજા યુઝરે લખ્યું હતું કે, મારી દરેકને અપીલ છે કે તેઓ પોતાની મહેનતની કમાણી ‘લાલ સિંહ ચડ્ડા’ ઉપર ખર્ચ ન કરે.સમય આવી ગયો છે કે, આ નેપો કિડ્સ, ડ્રગ્સ લેનારાઓ, માફિયાઓને બોયકોટ કરવામાં આવે.હું કહીશ કે તમારા પૈસાને જરૂરિયાતવાળા લોકો ઉપર ખર્ચ કરો.વર્ષો પહેલા આમિરે શિવલિંગ ઉપર દૂધ ચઢાવવાને યુઝલેસ જણાવ્યું હતું. કરીનાએ કહ્યું હતું કે, અમારી ફિલ્મોને ન જુઓ, કોઈ ફોર્સ નથી કરી રહ્યું. બન્ને સેલેબ્રિટીઓના આ જૂના નિવેદનોનો ઉલ્લેખ કરીને ‘લાલ સિંહ ચડ્ડા’ ફિલ્મને બોયકોટ કરવાની માંગણી થઈ રહી છે.યુઝરે આમિર ઉપર હિન્દુ સંસ્કૃતિનું અપમાન કરવાનો અને તેને નીચી બતાવવાનો આરોપ લગાવ્યો છે.કેટલાક લોકોનું કહેવું છે કે, મૂળ ફિલ્મ ‘ફોરેસ્ટ ગંપ’ને જોવી એ ‘લાલ સિંહ ચડ્ડા’ને જોવા કરતા વધુ સારૂ છે.
સોશિયલ મીડિયા ઉપર આમિર ખાનની ફિલ્મ માટે જોરદાર ગુસ્સો જોવા મળી રહ્યો છે.આટલો રોષ જોયા બાદ ફિલ્મનું ભવિષ્ય સંકટમાં જોવા મળી રહ્યું છે. ‘લાલ સિંહ ચડ્ડા’ને અદ્વેત ચંદને ડાયરેક્ટ કરી છે.આ ફિલ્મ ટોમ હેક્સની મૂવીની હિન્દી રિમેક હોવાના કારણે લોકો તેને જોવામાં વધુ રસ નથી બતાવી રહ્યા.હવે મૂવી રિલીઝ થયા બાદ ખબર પડશે કે આમિર ખાનની ફિલ્મને લોકોનો કેવો રિસ્પોન્સ મળે છે.બોક્સ ઓફિસ ઉપર ‘લાલ સિંહ ચડ્ડા’ની ટક્કર અક્ષય કુમારની ફિલ્મ ‘રક્ષાબંધન’ સાથે થશે.