– સેન્ટ ઝેવિયર્સથી મહમદપુરા સુધીના ટ્રાય એન્ગલ ફ્લાયઓવર માટે ₹61.89 કરોડ ફળવાયા
– SOR,સિમેન્ટ,રેતી,કપચી,મટિરિયલ્સ,ઇંધણના ભાવો વધતા નિર્ણય
– મોંઘવારીનો માર વેઠી રહેલી પ્રજા બાદ હવે સરકારને પણ મોંઘવારીનો ડામ સહન કરવાનો વારો આવ્યો છે.
ભરૂચમાં ગત વર્ષે ₹41 કરોડના ખર્ચે સેન્ટ ઝેવિયર્સથી મહંમદપુરા સર્કલ સુધી જાહેર કરાયેલા ટ્રાય એન્ગલ ફલાય ઓવરનું બજેટમાં 50 ટકાનો વધારો કરવામાં આવ્યો છે.શિડયુલ ઓફ રેટ,સિમેન્ટ,લેબર,કપચી,ઇંધણના વધેલા ભાવોને લઈ ભરૂચના MG રોડ ઉપર ટ્રાફિકના નિવારણ માટે બનનાર ત્રી પાંખિયા 1530 મીટર લાંબા અને 8.40 મીટર પોહળા ફ્લાયઓવરનું બજેટ ₹20.89 કરોડ વધારવાની સરકારને ફરજ પડી છે.ગુજરાત મ્યુન્સીપલ ફાઇનાન્સ બોર્ડ દ્વારા આ ફ્લાયઓવરની રિવાઇઝ દરખાસ્તને સિદ્ધાંતિક મંજૂરી આપી દેવાઈ છે.
આ ફ્લાયઓવર ભરૂચ MG રોડ સેન્ટ ઝેવિયર્સથી મહમદપુરા સર્કલ અને સર્કલથી બંબાખાના દહેજ રોડ તરફ ટ્રાય એન્ગલ શેપમાં બનવાનો છે.જેના સર્વેની કામગીરી પણ હાથ ધરવામાં આવી હતી.રાજ્યના નગરો-મહાનગરોમાં ફલાય ઓવર,રેલ્વે ઓવરબ્રીજ,અંડરબ્રીજના નિર્માણથી વાહન વ્યવહાર સરળ બનાવવા અને ટ્રાફિક જામની સમસ્યા હલ કરવા સ્વર્ણિમ જ્યંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અન્વયે આવા કામોને મંજૂરી આપવાનો અભિગમ અપનાવાયો હતો.જેમાં મહાનગરપાલિકામાં 54 અને પાલિકામાં 21 મળી કુલ 75 ફ્લાયઓવરને ગત વર્ષે ₹250 કરોડની સિદ્ધાંતિક મંજૂરી અપાઈ હતી.હજી આ ફ્લાયઓવર માટે સર્વે,ટેન્ડર,કોન્ટ્રાકટની કામગીરી બાકી છે ત્યારે તેમાં પણ SOR પ્રમાણે ભાવ વધારો આવતા 50 % ખર્ચ વધતા વધુ 250 કરોડની જોગવાઈ સરકારને કરવાનો વારો આવી શકે છે.
રાજ્યમાં અન્ય 75 મંજુર ફ્લાયઓવરનો ખર્ચ પણ ₹250 કરોડ વધશે
તત્કાલીન મુખ્યમંત્રી વિજય રૂપાણીએ વર્ષ 2021 માં સ્વર્ણિમ જ્યંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત ભરૂચ નગરમાં ફલાય ઓવરબ્રીજના નિર્માણ માટે ₹41 કરોડની દરખાસ્તને જુન 2021માં મંજૂરી આપી હતી.


