અમદાવાદ,તા.02 ઓગષ્ટ 2022,મંગળવાર : ભારતમાં કેન્દ્રનું સત્તાબિંદુ હાંસલ કરવા માટે ગુજરાતનો રસ્તો જ અપનાવવો પડે છે તેવી માન્યતાને પગલે હવે ગુજરાતના રાજકરણમાં પગ જમાવવા માંગતી આમ આદમી પાર્ટી વિધાનસભાની ચૂંટણી પૂર્વે એક મોટો દાવ ખેલવા જઈ રહી છે.ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પાંચ મહિના પૂર્વે જ આપ અમુક બેઠકો પર ઉમેદવારોની જાહેરાત કરી શકે છે.ગોપાલ ઈટાલિયાએ પ્રેસ કોન્ફરન્સ કરી આમ આદમી પાર્ટીના ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરવામાં આવી છે.
કઈ કઈ બેઠક પણ કોણ ઉમેદવાર ?
– હેમા ચૌધરી દિયોદર બેઠક
– સોમનાથ જગમાલા વાળા
– અજુર્ન રાઠવા છોડા ઉદેપુર
– સાગર રબારી બેચરાજી
– રાજકોટ ગ્રામ્ય વશરામ સાગઠીયા
– સુરત કામરેજ રામ ધડૂક
– રાજકોટ દક્ષિણ શિવલાલ બારસિયા
– સુધીર વાઘાણી ગારીયાદાર
– રાજેન્દ્ર સોલંકી બારડોલી
– અમદાવાદ નરોડા ઓમપ્રકાશ તિવારી