બ્રિટનમાં લોકડાઉનમાં બહાર નીકળનારાઓને હવે થશે 93 હજારનો દંડ

349

દુનિયાભરમાં હાહાકાર મચાવી રહેલા કોરોના વાયરસ બ્રિટનના પ્રિંસ ચાર્લ્સ અને ત્યાર બાદ વડાપ્રધાન બોરિસ જોનસનને પોતાના ઝપાટામાં લઈ ચુક્યો છે. આ ઉપરાંત બ્રિટનમાં કોરોના વાયરસના કેસ પણ ધીમે ધીમે વધી ગયા છે. જેને ધ્યાનમાં રાખી બ્રિટનની સરકારે લોકડાઉનનો કડક અમલ કરાવવા આકરા દંડની જોગવાઈ કરી છે.

બ્રિટનમાં 28 માર્ચ સુધીમાં બ્રિટનમાં કુલ 759ના મોત થયા છે. એક દિવસ પહેલા આ આંકડો 578 હતો. તેનો અર્થ એ થયો કે, એક દિવસમાં 181 લોકોના મોત થયા. બ્રિટનમાં 23 માર્ચથી દેશ ત્રણ અઠવાડિયા માટે લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે. જોકે હવે તે વધારવામાં આવ્યું છે અને લોકડોઉન 3થી વધીને 12 અઠવાડિયા સુધી રહેશે. લોકો ઘરની બહાર નીકળી રહ્યા છે અને સોશિયલ ડિસ્ટેનસિંગના આદેશનું પાલન ન કરી રહ્યા હોવાથી લોકડાઉન લંબાવવામાં આવ્યું છે.

બ્રિટનમાં સોશિયલ ડિસ્ટેનસિંગથી જોડાયેલા પ્રતિબંધ 12 અઠવાડિયા સુધી રહી શકે છે. હેલ્થ કેર, સોશિયલ કેર, ફાર્મસી, પોલિસ સિવાય તમામ સાર્વજનિક અને પ્રાઇવેટ ઓફિસો બંધ છે. બિનજરૂરી તમામ યાત્રાઓ રોકી દેવામાં આવી છે. યુકે આવતી અને જતી 90% ફ્લાઇટ્સ રદ્દ કરવામાં આવી છે. 20 માર્ચથી યુકેની તમામ શાળાઓ પણ બંધ છે. તમામ હોસ્પિટલોની ઓપીડી લગભગ બંધ છે. દર્દીઓને ટેલિફોન અથવા વીડિયો કોન્ફરન્સિંગની સલાહ લેવાનું કહેવામાં આવ્યું છે. ઇમરજન્સી ન હોય તેવા બધા ઓપરેશન પણ રદ્દ કરવામાં આવ્યા છે.

ફટકાર્યો આકરો દંડ

કાયદો અને વ્યવસ્થાને સંભાળવા પોલીસ રસ્તા પર ઉતરી છે. બિનજરૂરી રીતે બહાર નીકળવા પર 1000 પાઉન્ડ (93 હજાર) સુધીની પેનલ્ટી લગાવવામાં આવી રહી છે. સુપરમાર્કેટ્સમાં પ્રારંભિક પેનિક ખરીદી જોવા મળી રહી છે. જો કે, ખેડૂતો અને સપ્લાય કરનારાઓએ ખાદ્ય અને કરિયાણાના સપ્લાઈની કમી નહીં પડે તેવું પ્રોમિસ કર્યું છે.લોકોને સ્માર્ટ શોપિંગ કરવાનો આગ્રહ કરવામાં આવી રહ્યો છે.

પ્રાઇવેટ કંપનીના કર્મચારીઓને પણ 80% પગાર આપશે

યુકેની રાષ્ટ્રીય આરોગ્ય સેવાને સેવાઓ પહોંચાડવા સરકારની અપીલના 24 કલાકમાં લાખો લોકોએ તેમની મંજૂરી આપી દીધી છે. નાણાં પ્રધાન (ચાન્સેલર) રૂષિ સુનકે પ્રાઇવેટ અને સ્વ-રોજગાર બંને ક્ષેત્રના લોકોને તેમના પગારનો 80% હિસ્સો આપીને મોટી આર્થિક સહાયની જાહેરાત કરી છે.

Share Now