મુંબઇ, તા.10 ઓગષ્ટ 2022,બુધવાર : છેલ્લા દોઢ મહિનામાં તુવેર દાળ અને અડદ દાળની કિંમતોમાં 15 ટકાથી વધારે ઉછાળો જોવા મળ્યો છે.વધારે વરસાદથી ખેતરોમાં પાણી ભરાઇ જવાથી કઠોળના ખરીફ વાવેતરને નુકસાન થવાની ચિંતાએ ભાવ વધી રહ્યા છે.આ ઉપરાંત ચાલુ ખરીફ સીઝનમાં કઠોળના વાવેતરમાં ઘટાડો અને ઓછો કેરી ફોરવર્ડ સ્ટોકે પણ ભાવમાં ઝડપી ઉછાળાને ટેકો આપ્યો છે.મહારાષ્ટ્રના લાતૂરમાં સારી ગુણવત્તાવાળી તુવેર દાળના એક્સ મિલ ભાવ લગભગ છ સપ્તાહ પહેલાના 97 રૂપિયાથી વધીને 115 રૂપિયા પ્રતિ કિગ્રા થઇ ગયા છે. કૃષિ મંત્રાલય દ્વારા જાહેર તાજેતરના આંકડાઓ અનુસાર અડદનું વાવેતર એક વર્ષ પૂર્વેની તુલનામાં 4.6 ટકા અને તુવેરનું 2 ટકા ઓછુ છે.
વેપારીઓએ કહ્યુ કે, વર્તમાનમાં તુવેરમાં ફંડામેન્ટલ મજબૂત છે. કોઇ મોટો કેરી ફોરવર્ડ સ્ટોક નથી જ્યારે સોયાબીનની તરફ ખેડૂતોનો ઝોંક હોવાથી તુવેરનું વાવેતર ઓછુ થયુ છે. બીજી બાજુ અમે આફ્રિકાથી પાંચ લાખ ટન શિપમેન્ટની અપેક્ષા રાખી રહ્યા છે, જે ઓગસ્ટ -સપ્ટેમ્બર સુધી આવશે.
અતિશય વરસાદથી અડદના પાકને વધારે નુકસાન થવાની સંભાવના છે. અલબત્ત સપ્લાયની સ્થિતિ દબાણમાં નથી આવી શકતી કારણ કે બીજી બાજુ આયાત વધવાની અપેક્ષા છે.મહારષ્ટ્ર,કર્ણાટક અને ગુજરાતમાં અડદના પાકને થોડુંક નુકસાન થયુ છે,પરંતુ સૌથી મોટા અને બીજા સૌથી મોટા ઉત્પાદક મધ્યપ્રદેશ અને ઉત્તર પ્રદેશમા પાક સારી સ્થિતિમાં છે.વરસાદથી નુકસાન થવા છતાં અડદની કિંમતો નીચી રહેવાની સંભાવના છે કારણ કે મ્યાનમારથી આયાત વધવાની અપેક્ષા છે.
ભારતને કરન્સી ઇશ્યૂને કારણે છેલ્લા ચાર મહિનાથી મ્યાનમારથી વધારે અડદ મળી નથી,જેનાથી માસિક અડદની આયાત 50 ટકાથી વધુ ઓછી થઇ ગઇ છે.પરંતુ હવે કરન્સી ઇસ્યૂ મ્યાનમારના નિકાસકારો માટે ઉકેલાઇ ગયો છે જેનાથી આયાત કરવામાં મદદ મળશે.

