। નવી દિલ્હી ।
દુનિયા માટે માર્ચ મહિનો ઘણો જ ખરાબ રહ્યો, માર્ચના ૨૭ દિવસોમાં દુનિયામાં કોરોના વાઇરસના કેસો ૫૭૩ ટકા વધ્યા, પરંતુ એ દરમિયાન જ્યાંથી વાઇરસનો પ્રકોપ ફટયો હતો એ ચીનમાં કોરોના વાઇરસથી સંક્રમિત દર્દીઓના કેસ ફ્ક્ત ૧.૭ ટકા જ નવા કેસ આવ્યા હતા.
પહેલી માર્ચ સુધી દુનિયામાં ૮૮,૫૮૫ કેસો અને ચીનમાં ૮૦,૦૨૬ કેસો હતા. એ જ રીતે પહેલી માર્ચે દુનિયામાં કુલ કેસોમાં ચીનના કેસો ૯૦ ટકા હતા.પરંતુ ૨૭ મી માર્ચ સુધીમાં કોરોના કેસો દુનિયામાં ૫.૯૬ લાખ થઇ ગયા અને ચીનમાં ફ્ક્ત ૮૧,૩૯૪ કેસ નોંધાયા હતા. હવે કોરોનાના કેસમાં ચીનના દર્દીઓની હિસ્સેદારી ૧૫ ટકા કરતાં પણ ઓછી થઇ ગઇ છે.
માર્ચના ૨૭ દિવસોમાં મૃત્યુનો આંકડો પણ સતત વધતો ગયો છે. પહેલી માર્ચ સુધી દુનિયામાં મરણાંક ૩૦૫૦નો હતો, તેમાં ૯૫ ટકાથી પણ વધુ એટલે કે ૨૯૧૨ મોત ચીનના લોકોના થયા હતા.એ બાદ ૨૭ માર્ચ સુધીના આંકડા ઉપર નજર કરીએ તો ચીનમાં મૃત્યુનો આંકડો વધીને ૩૨૯૫નો થયો છે, જ્યારે દુનિયામાં મૃત્યુ આંક ૭૯૮ ટકા વધીને ૨૭,૩૭૧ ઉપર પહોંચ્યો હતો.
ચીનમાં કોરોના વાઇરસનો પહેલો કેસ ૨૭ ડિસેમ્બરે નોંધાયો હતો. એ બાદથી ૨૭ માર્ચ સુધી ચીનમાં ૮૧,૩૯૪ કેસ નોંધાયા હતા. તેમાંથી ૯૨ ટકા એટલે કે ૭૪,૯૭૧ દર્દી સારા પણ થઇ ગયા છે. જ્યારે ૩૨૯૫ દર્દીઓનાં મોત થયાં હતાં.
ભારતમાં ૮૮૫ નવા દર્દી નોંધાયા, ૨૨નાં મોત થયાં
માર્ચનો મહિનો આપણા દેશ માટે ઘણો જ ખરાબ રહ્યો. દેશમાં કોરોના વાઇરસનો પહેલો કેસ ૩૦ જાન્યુઆરીએ કેરળમાં નોંધાયો હતો. એ બાદ પહેલી અને બીજી ફ્બ્રુઆરીએ કેરળમાં જ એક એક કેસ વધુ નોંધાયા. પરંતુ કેટલાક સમય પહેલાં આ બે માર્ચ બાદ રોજના કેસો વધી રહ્યા છે. આ મહિના ૨૭ માર્ચ દેશમાં ૮૮૬ કેસ નોંધાયા છે. એ દરમિયાન ૨૨ મોત પણ થયાં હતાં.