નવી દિલ્હી, તા.30. માર્ચ 2020, સોમવાર
દેશભરમાં સતત અપીલ પછી પણ લોકડાઉન તોડીને લોકો નીકળી રહ્યા છે અને પોલીસ તેમને જાત જાતની સજા કરી રહી છે.
પોલીસની લાઠી તો ચાલી જ રહી છે પણ ઘણી જગ્યાએ પોલીસની આશ્ચર્યજનક સજાના વિડિયો પણ વાયરલ થઈ રહ્યા છે. આવા જ એક વિડિયોમાં લોકડાઉન તોડનારા યુવાનની મહિલા પોલીસ આરતી ઉતારી રહેલી નજરે પડે છે.
આ વિડિયો વાયરલ થયો છે અને કોઈએ બેકગ્રાઉન્ડમાં વિજયપથ ફિલ્મનુ …આઈએ આપ કા ઈન્તેઝાર થા…ગાયન પણ જોડી દીધુ હોવાથી લોકો તેની બરાબર મજા લઈ રહ્યા છે.
આ વિડિયો ટવિટર પર શેર થયા બાદ સાઢા ત્રણ લાખ લોકો તેને 24 કલાકમાં જોઈ ચુક્યા છે.