ઈટાલીમાં છેલ્લા 24 કલાકમાં 756 મોત, શુક્રવારની સરખામણીએ મૃત્યુઆંકમાં ઘટાડો
એજન્સી, રોમ
વડાપ્રધાન ગ્યૂસેપ કોંતેની સરકારે ઈટાલીવાસીઓને ખૂબ લાંબા સમય માટે લોકડાઉન માટે માનસિક રીતે તૈયાર રહેવા માટેની સૂચના આપી દીધી છે. સરકાર તરફથી રવિવારના રોજ કહેવામાં આવ્યું હતું કે આર્થિક મુશ્કેલીઓ અને નિયમિત દિનચર્ચા પર ખરાબ અસર પડતી હોવા છતા પણ આ પ્રતિબંધને ધીરે-ધીરે જ હટાવવામાં આવશે. મંત્રીઓ અને સ્વાસ્થ્ય અધિકારીઓ તરફથી આ માહિતી એવા સમયમાં જાહેર થઈ છે જ્યારે ઈટાલીમાં સંક્રમણનો પ્રકોપ ઓછો થતો જોવા મળી રહ્યો છે.
આ સંક્રમણના કારણે ઈટાલીમાં એક દિવસમાં મોતનો નવો આંકડો 756 છે જે શુક્રવારના 969 કરતા ઓછો છે. અહીં કોરોના વાયરસના સંક્રમણના દરમાં ઘટાડો નોંધાયો છે અને આવું પહેલી વખત થયું છે જ્યારે વાયરસ સંક્રમણના દરમાં છ ટકાનો ઘટાડો નોંધાયો હોય. હાલમાં સરકારનું સંપૂર્ણ ધ્યાન લોકડાઉ પૂર્ણ થવાની અંતિમ તારિખ 3 એપ્રિલ પર છે.
મંત્રી ફ્રાંસેસ્કોબોએ ઈટાલીની એક ચેનલ સાથે વાત કરતા કહ્યું કે 3 એપ્રિલ બાદ પણ લોકડાઉઓનની તારિખને આગળ લંબાવવામાં આવશે. મારું માનવું છે કે અત્યારે લોકડાઉનનનો ખાત્મો કરવા અંગેની વાત કરવી અયોગ્ય અને ગેર-જવાબદારીપૂર્ણ ગણાશે. કોરોના વાયરસની મહામારી સામે લડવા માટે ઈટાલીમાં લગભગ તમામ પ્રકારના ધંધા-રોજગારો બંધ કરી દેવામામં આવ્યા છે.