– સરથાણા પોલીસે TRB જવાન વિરુદ્ધ 307 મુજબની ફિરયાદ નોંધી
– મેહુલ બોઘરા વિરુદ્ધ પણ એટ્રોસિટી એક્ટ હેઠળ ગુનો નોંધાયો
ગત રોજ સુરતમાં થયેલા વકીલ મેહુલ બોઘરા ઉપર TRB જવાન દ્વારા હુમલા બાબતે આજરોજ સુરત JCP દ્વારા પ્રેસ કોન્ફ્રન્સ યોજવામાં આવી હતી.જેમાં જોઈન્ટ કમિશ્નર દ્વારા કસુરવારો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવાની બાહેંધરી આપી હતી.
મળતી માહિતી મુજબ જોઈન્ટ કમિશ્નરે જણાવ્યું હતું કે, હાલ હુમલો કરનાર TRB જવાન અને હુમલામાં સાથ આપનાર પોલીસ કર્મી સહીત અન્ય વ્યક્તિ ઉપર એડવોકેટ મેહુલ બોઘરાની હત્યાના પ્રયાસનો નોંધાયો છે.જેમાં TRB જવાન ઉપર IPCની 307ની કલમ મુજબ પણ ગુનો નોંધાયો છે.આ ઉપરાંત વકીલ મેહુલ બોઘરા ઉપર પણ સરથાણા પોલીસ દ્વારા એટ્રોસિટી અને અન્ય કલમ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો.
અત્રે ઉલ્લેખનીય છે કે વકીલ મેહુલ બોઘરા પોલીસ અને TRB ના ટોડ કાંડનો લાઈવ વિડિઓ ઉતારતા હતા તે દરમિયાન TRB જવાન સાજન ભરવાડ દ્વારા મેહુલ બોઘરા ઉપર લાકડી વડે જીવલેણ હુમલો કરાયો હતો.જે બાદ હુમલાની ઘટનાને લઈને એડવોકેટ મેહુલ બોઘરાના સમર્થકો એ ગઈ કાલે રાત્રે સરથાણા પોલીસ મથકનો ઘેરાવો કર્યો હતો.

