– સંજય રાઉતને હાલ આર્થર રોડ જેલમાં રાખવામાં આવ્યા છે
મુંબઈ, તા. 22 ઓગષ્ટ 2022, સોમવાર : શિવસેના સાંસદ સંજય રાઉતને સેમવારે પીએમએલએ કોર્ટથી રાહત નથી મળી.કોર્ટે તેમની ન્યાયિત કસ્ટડી 5 સપ્ટેમ્બર સુધી વધારી દીધી છે.પાત્રા ચાલ કૌંભાડ મામલે રાઉતને 1 ઓગષ્ટના રોજ કસ્ટડીમાં લેવામાં આવ્યા હતા. EDએ રાઉતના ઘર પર 9 કલાક સુધી રેડ પાડી હતી અને તેમની ધરપકડ કરી લેવામાં આવી હતી.અધિકારીઓએ જણાવ્યું કે, દરોડા દરમિયાન 11.5 લાખ રૂપિયા રોકડા જપ્ત કરવામાં આવ્યા હતા.
સંજય રાઉતને હાલમાં આર્થર રોડ જેલમાં રાખવામાં આવ્યા છે.એનસીપી નેતા નવાબ મલિક અને અનિલ દેશમુખ પણ આ જ જેલમાં બંધ છે.અદાલતે રાઉતને અનુમતિ આપી છે કે, તેઓ ઘરનું ભોજન ખાઈ શકે છે અને દવાઓ પણ લઈ શકે છે. તેમણે કોર્ટને કહ્યું હતું કે, તેઓ હાર્ટ પેશન્ટ છે અને તેમના માટે બેડની વ્યવસ્થા કરવી જોઈએ.તેના પર કોર્ટે કહ્યું હતું કે, CMO દ્વારા તપાસ બાદ જ આ આદેશ આપવામાં આવી શકે છે.
શિવસેના સાંસદના જામીનનો EDએ વિરોધ કર્યો છે.અધિકારીઓનું કહેવું છે કે, જો તેમને બહાર નીકળવાની તક મળશે તો તેઓ પુરાવા સાથે છોડખાની કરી શકે છે.તેઓ પુરાવા નષ્ટ કરી શકે છે અને પછી તેની રિકવરી મુશ્કેલ થઈ જશે.જોકે, ઉદ્ધવ ઠાકરે ટીમની શિવસેના અને સંજય રાઉત આ કાર્યવાહીને રાજકીય રીતે પ્રેરિત ગણાવી રહ્યા છે.